Latest

નૅશનલ ગેમ્સ -૨૦૨૨ની યજમાની માટે અમદાવાદ બની રહ્યું છે સજ્જ. શહેરનાં વિવિધ ૮ સ્થળોએ ૧૫ જેટલી રમતોનું આયોજન થશે.

અમદાવાદ: ગુજરાતમાં તા.૨૬ સપ્ટેમ્બરથી તા.૧૨ ઓક્ટોબર-૨૦૨૨ દરમિયાન પ્રથમ વખત યોજાનારી નૅશનલ ગેમ્સનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. અમદાવાદ શહેર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પોર્ટ્સ એસોસિએશન અને વિવિધ સંસ્થાઓના સહયોગથી જોરશોરથી ૩૬ મી નેશનલ ગેમ્સની યજમાની માટેની સમગ્ર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર તરફથી મળતી માહિતી અનુસાર નૅશનલ ગેમ્સ અંતર્ગત અમદાવાદ શહેરના ૮ જેટલા સ્પોર્ટસ કૉમ્પલેક્ષ સહિતનાં સ્થળો પર વિવિધ ૧૫ રમતોનું આયોજન કરવામાં આવનાર છે. જેના અંતર્ગત સંસ્કારધામમાં તીરંદાજી, ખો-ખો અને મલખંબ, ટ્રાન્સ્ટેડિયા ફુટબોલ ગ્રાઉન્ડ ખાતે રગ્બી, ટ્રાન્સ્ટેડિયા એકા ગ્રાઉન્ડ ખાતે પુરુષો માટેની ફુટબોલ સ્પર્ધા તેમજ કબડ્ડી, યોગાશન , શાહીબાગ પોલીસ ગ્રાઉન્ડ ખાતે મહિલાઓ માટેની ફુટબોલ સ્પર્ધા યોજાશે.

સાબરમતી નદીમાં રોવિંગ, કેનોઇંગનું તેમજ સાબમરતી સ્પોર્ટસ પાર્ક ખાતે આર્ટિસ્ટિક સ્કેટિંગ, ઇનલાઇન સ્કેટિંગ, સ્પીડ સ્કેટિંગ, ટેનીસ, સોફ્ટ ટેનીસ રમતનું આયોજન થશે. કેન્સ વિલે ગોલ્ફ અને કન્ટ્રી ક્લબમાં લૉન બોલ અને ગોલ્ફ, ક્રાઉન એકેડમીમાં શોટગન શુટિંગ, જ્યારે ખાનપુરની રાઇફલ ક્લબ ખાતે રાઇફલ અને પીસ્ટલની શુટિંગ સ્પર્ધાઓ યોજાશે.

અમદાવાદ ખાતે યોજાનારી વિવિધ કોમ્પિટિશનમાં દેશભરમાંથી ક્વોલિફાય થયેલા ખેલાડીઓ ભાગ લેશે. ગુજરાતમાં નેશનલ ગેમ્સની સાથે ગરબાની રમઝટ પણ જામશે. નેશનલ ગેમ્સમાં અમદાવાદ સહભાગી થતા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતની ઉભરતી પ્રતિભાને નવું બળ મળશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *