Latest

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સુશિષ્યા પૂજ્ય શ્રી પરમ સંબોધિજી મહાસતીજી આદિ ઠાણાના સાંનિધ્યે જામનગર બન્યું પ્રભુમય!

જામનગર : સંજીવ રાજપૂત: જામનગર તેજપ્રકાશ ઉપાશ્રય, શ્રી બેંક કોલોની સંઘમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સુશિષ્યા પૂજ્ય શ્રી પરમ  સંબોધિજી મહાસતીજી આદિ ઠાણાઓના સાંનિધ્યે આયંબિલ ઓળી પર્વના સાતમા દિવસે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક અવસરને ઉલ્લાસભાવે ઉજવવા જામનગરના ટાઉનહોલમાં ઓડિટોરિયમમાં  વિશાળ સંખ્યામાં ભાવિકોની સાથે અનેક અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

પૂજ્ય શ્રી પરમ સંબોધિજી  મહાસતીજીએ ભગવાન મહાવીર ભગવાન કેવી રીતે બન્યાં ?એ ભાવોને પ્રભુના જીવન પ્રસંગો દ્વારા ફરમાવી પ્રેરણા આપી હતી કે, આજે માત્ર પ્રભુનો જયજયકાર અને ગુણગ્રામ ન કરતાં, ભગવાન કેવી રીતે બન્યાં એના ઉપર ચિંતન કરી ભગવાનના એ ગુણોને આચરણમાં લાવવાનો પુરુષાર્થ કરવો જોઈએ.

પ્રભુ જન્મોત્સવના વધામણા કરવા જામનગરના  એમ.એલ.એ.  દિવ્યેશભાઈ અકબરી, ભાજપ શહેર પ્રમુખ  બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન  નિલેશભાઈ કગથરા, જામનગર કલેકટર કેતનભાઈ ઠક્કર, પૂર્વ બી.જે.પી. પ્રમુખ નિલેશભાઈ ઉદાણી, જી.જી. હોસ્પિટલના એચ.ઓ.ડી. ડોક્ટર  મનીષભાઈ મહેતા,

વી.પી. મહેતા, રિલાયન્સના સિનિયર ઓફિસર  અતુલભાઇ મહેતા,  વિજયભાઈ સંઘવી,  વિનોદભાઈ મહેતા( કન્વીનર પારસધામ અને બિલ્ડર), આર.ટી.ઓ. ઓફિસર  જે.વી.સાહેબ,  કિરીટભાઈ મહેતા, પારસ ભાઈ મોદી (મોદી સ્કૂલ), પ્રફુલ્લભાઈ મહેતા, ભરતભાઇ પટેલ,  પ્રદીપભાઈ ખજૂરીયા,  જીતુભાઈ મહેતા, શ્રી પ્રમોદભાઈ મહેતા, રાજુભાઇ કોલસાવાળા,  શરદભાઈ શેઠ, ભાણજીભાઈ પાંભર (વિભાપર), વિપુલાબેન પટેલ (સમાજ સેવિકા), જે વી શાહ EX RTO INSPECTOR આદિ અગ્રણી મહાનુભાવો તેમજ શ્રી કામદાર વાડી જૈન સંઘ, શ્રી રાજગોર ફળી જૈન સંઘ, શ્રી કે ડી શેઠ જૈન સંઘ, શ્રી લાલવાડી જૈન સંઘ , શ્રી દેવબાગ ઉપાશ્રય, શ્રી લોકાગચ્છ વાડી, શ્રી રણજીત નગર ઉપાશ્રય, શ્રી પટેલ કોલોની ઉપાશ્રય, શ્રી જ્યોતિવિનોદ ઉપાશ્રય, શ્રી તેજ પ્રકાશ ઉપાશ્રય, શ્રી જૈન જાગૃતિ સેન્ટર, શ્રી જૈન સોશિયલ નવાનગર, શ્રી પારસધામના ભાવિકો ઉપસ્થિત હતા.

કોણ અને કેવા હતાં મારા ભગવાન? એવા અનોખા ભાવો સાથે પ્રભુ મહાવીરની ઓળખ કરાવનાર હૃદયસ્પર્શી નાટિકા *‘મેં પહેચાન ન પાયા’* ને ભાવિકો જિજ્ઞાસા સાથે અનિમેષ નિહાળી અહોભાવિત થયાં હતાં.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે આયંબિલ ઓળીમાં વડીલો સાથે નાના-નાના બાળકો પણ સ્વાદ વિજય – આયંબિલ ઓળી તપની આરાધનામાં જોડાયા છે. શ્રી બેંક કોલોની સંઘમાં 150 થી વધુ ભાવિકો પૂર્ણ આયંબિલ ઓળી કરવાના ભાવ સાથે આગળ વધી રહ્યાં છે. જ્યારે ૨૯ જેટલા નાના બાળકો આખી ઓળી કરવાના દ્રઢ મનોબળ સાથે આગળ વધી રહ્યાં છે.

જ્ઞાન અને પ્રેરણારૂપ પ્રવચન, તપસાધના સાથે  અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા માનવતા અને જીવદયાની પ્રવૃત્તિઓ પણ સર્વત્ર સ્વકલ્યાણ સાથે સર્વ કલ્યાણની સુગંધ પ્રસરાવી રહી છે.

ભગવાન મહાવીર માત્ર જૈનોના નહીં સર્વના છે, એવા
સંદેશ સાથે જામનગરના અનેક ગરીબ અને જરીરિયાતમંદ પરિવારોને લાડવા અર્પણ કરી ભગવાન મહાવીર જન્મોત્સવ અવસરની મધુરતા પ્રસરી હતી.

આ અવસરે જામનગરના સાધર્મિક ભાવિકોને આત્મનિર્ભર બનાવવાની સદભાવનાથી 100 રીક્ષા અર્પણ કરવાની જાહેરાત પરસધામ સંઘ પ્રમુખ ચેતનભાઇ શાહ દ્વારા કરવામાં આવતા હર્ષ-હર્ષ વ્યાપ્ત થયો હતો. માનવતાના સત્કાર્ય અર્થે જી.જી હોસ્પિટલને 2 લાખનો ચેક અર્પણ કરવામાં આવેલ.

સમસ્ત આયંબિલ ઓળીનો લાભ દેવાનુપ્રિય જલ્પાબેન નિલેશભાઈ મહેતા પરિવારે લીધો હતો.

લાઈવ દ્વારા દેશ વિદેશના લાખો ભાવિકો એ પ્રભુ મહાવીર ના જન્મ કલ્યાણકનો લાભ લીધો

માતા ત્રિશલાના આવેલ 14 મહા સ્વપ્નના દિવ્ય દર્શન સાથે સ્વપ્નનો લાભ નાનકડા-નાનકડા ત્યાગના સંકલ્પ સાથે ભાવિકોએ લીધો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચાણસ્મા ખાતે પાટણ જીલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા બહુચરાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ ખુલ્લો મુકાયો..

પાટણ, એ.આર. એબીએનએસ: મહેસાણા જિલ્લાના યાત્રાધામ બહુચરાજી ખાતે દરવર્ષે યોજાતા…

નિવૃત ડી.આઈ.જી. એ.કે.પંડ્યા અને નિવૃત ઈન્કમટેક્ષ કમિશ્નર બી.કે.શ્રીમાળીનું સાકર તુલા કરી લોક અભિવાદન કરાયુ

અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાત સરકારે અનુસૂચિત જાતિ સમાજના અતિ પછાત એવી ગુરુ…

ભાજપના 46મા સ્થાપના દિવસ નિમિત્તે કામરેજ વિધાનસભામાં “સક્રિય સદસ્યોનું સંમેલન”નું ગૌરવપૂર્ણ આયોજન

સુરત, સંજીવ રાજપૂત: ભારતીય જનતા પાર્ટી એક માત્ર રાજકીય પક્ષ છે જેને વિકાસના વિઝન…

1 of 590

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *