ઉના તાલુકાના નવાબંદર મરીન પોલીસ સ્ટેશન ના પીએસઆઇ એ.બી.વોરા સાહેબ ના માર્ગદર્શન હેઠળ વારંવાર થતા અકસ્માતના બનાવનું પ્રમાણ ઘટાડવા વિવિધ સૂચનો કરેલા જે પૈકી વાંસોજ ગામમાં કોઈ પણ વાહનો ને આગળ તેમજ પાછળ રેડિયમ પટ્ટી લગાડવામાં આવી હતી જેના કારણે અકસ્માત થતા અટકી શકે તેમજ જાનહાની અટકે સાથે સાથે ટ્રાફિક ના નિયમ ને લઈ ને પણ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું
તેમજ કોઈ જાહેર જગ્યા જેવા કે વેજીટેબલ માર્કેટ, મંદિર જેવી જગ્યાએ આવારા તત્વો બેસી ને ગેરપ્રવૃત્તિ કરનાર સામે પણ લાલ આંખ કરી છે નવાબંદર મરીન પોલીસ સ્ટેશન ના ચીખલી ઓપી બીટ જમાદાર રાજુભાઈ, જગદીશભાઈ ડોડીયા, સંજયભાઈ ચાવડા તેમજ અન્ય પોલીસ જવાનો ને સાથે સાથે સખત કામગીરી કરી રહ્યા છે આટલી કામગીરી કરી રહ્યા છતા પણ અમુક લોકો પોલીસ ને બદનામ કરી વારંવાર પરેશાન કરે છે સખત ખડે પગે ઉભા રહી ને કામગીરી કરનાર પોલીસ જવાનો ને ખોટા બદનામ કરે આવા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવી જોઈએ.
અહેવાલ આહીર કાળુભાઇ દીવ