અંબાજી, સંજીવ રાજપૂત: કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બનાસકાંઠા દ્વારા “નવરાત્રી શક્તિ પર્વ” અંતર્ગત અંબાજી ખાતે મંદિર પરિસરમાં એક દિવસીય નવરાત્રી ઉત્સવનું ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાસ-ગરબાનુ ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું.
જેમાં પાયલ વખારીયા (ટીમ સાથે) અને કમલેશ બારોટ દ્વારા પોતાના સ્વરોથી માતાજીની આરાધના કરી હતી. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પૂર્વ શિક્ષણમંત્રી અને બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રી કિર્તિસિંહ વાઘેલા, બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, વહીવટદાર આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી તથા પ્રાંત અધિકારી સિધ્ધિ વર્મા, પ્રાંત અધિકારી પાલનપુર, જિલ્લા શિક્ષણાધિકારી બનાસકાંઠા તથા સર્વે અધિકારી, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા માટે મોટી સંખ્યામાં માઈ ભકતો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ખેલૈયાઓએ રમઝટ બોલાવી હતી તેવુ જિલ્લા યુવા વિકાસ અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યુ છે.