રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત..
મોબાઈલ અને વાહન ચોરી માટે રાજ્ય સરકાર દ્વારા ઓનલાઇન ફરિયાદની સેવા શરૂ કરી છે જે અંતર્ગત આજે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી સુરતમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને ઓનલાઈન ફરિયાદ કરવાથી શુ સરળતા રહે છે અને કેવી રીતે ફરિયાદ કરવી તેની સંપૂર્ણ માહિતી આપી હતી.
ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ વિપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાઈ રહ્યું છે વિપક્ષ પાસે કોઈ મુદ્દો નથી તો તેઓ દ્રગ્સ પકડયાની કામગીરી પર સવાલ ઉઠાવે છે અને બીજી તરફ ગરબા પર જીએસટી ને લઈ લોકોને ગુમરાહ કરી રહયા છે. આ સાથે સાથે ગૃહ રાજયમંત્રીએ શહેરમાના સલાબતપુરા વિસ્તારમાં વધુ એક નવા પોલીસ સ્ટેશન બનાવવાની જાહેરાત કરી હતી અને બીજી તરફ લવ જેહાદ અંગે સખત કાર્યવાહીની ચેતવણી આપી હતી જે કોઈ વ્યક્તિ લગ્ન કરવા માટે નામ બદલીને લગ્ન કરશે તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની ચેતવણી આપી હતી.
ઓનલાઇન ફરિયાદ અંગે માર્ગદર્શન અપાયું
ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ ઇ એફ.આઇ. આર અંગે માહીતી આપી
દ્રગ્સ અને ગરબા પર વિપક્ષ પર કર્યા શાબ્દિક પ્રહાર
લવ જેહાદ પર પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરશે :સંઘવી