સ્વયમ શ્રીકૃષ્ણએ મુખમાંથી મૂર્તિ અર્જુનને આપેલી તે મૂર્તિ આજે પચ્છેગામ મુકામે મુરલીધરજી દાદા તરીકે પુજાય છે
ત્યારે આજે શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે પછેગામના યુવાનો વડીલો માતાઓ અને બહેનો દ્વારા વહેલી સવારથી જ ભક્તિ ભાવ સાથે મુરલીધરદાદા નાં મંદીર નાં પટાંગણમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી રહ્યા છે
ત્યારે બહોળી સંખ્યામાં ગામ લોકો દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભા યાત્રા દરમિયાન યુવાનો દ્વારા શેરીઓમાં મટકી બાંધેલી હતી તે મટકીમાં દય હાંડી લોકોને પ્રસાદ સ્વરૂપે આપીને તે મટકી ફોડી હતી અને યોવાનો દ્વારા વર્ષોની પરંપરા મુજબ ગરબે રમીને જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો
જેમ કે આખું ગામ આજે સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન આવ્યા હોય અને લોકો દર્શન નિહાળવા માટે બહોળી સંખ્યામાં ઉપસ્થિત હોય ત્યારે તાલુકાના દરેક ગામમાંથી શ્રીકૃષ્ણ ભક્તો દ્વારા જન્માષ્ટમી તહેવાર નિમિત્તે પચ્છેગામ મુરલીધરજી મહારાજના મંદિરે દર્શન કરવા માટે આવી રહ્યા હોય
ત્યારે યુવાનો દ્વારા અલગ અલગ વ્યવસ્થા પણ કરવામાં આવેલી હતી અને રાત્રિના બારના ટકોરે એકી સાથે ભક્તો દ્વારા જય જય મુરલીધર જય જય મુરલીધર નો નાથ સાથે મુરલીધર દાદા ના જય ઘોષ સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો
અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર