Latest

પદ્મ શ્રી દેવેન્દ્ર પટેલના જીવન -કવન આધારિત કોફી ટેબલ બુક ”દેવેન્દ્ર પટેલ – જીવન સફર “, તથા પોલીસના સાહસની દિલધડક સત્ય કથાઓ આધારિત પુસ્તક “કર્તવ્ય ” પુસ્તકનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

માનનીય મંત્રી ભીખુસિંહજીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો. ગુર્જર સાહિત્ય ભવન અમદાવાદ દ્વારા પ્રકાશિત યુવા સર્જક ઈશ્વર પ્રજાપતિ દ્વારા લિખિત “પદ્મ શ્રી” દેવેન્દ્ર પટેલના જીવન -કવન આધારિત કોફી ટેબલ બુક ”દેવેન્દ્ર પટેલ – જીવન સફર “, તથા પોલીસના સાહસની દિલધડક સત્ય કથાઓ આધારિત પુસ્તક “કર્તવ્ય ” પુસ્તકનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

માનનીય મંત્રી ભીખુસિંહજીના અધ્યક્ષસ્થાને પદ્મ શ્રી” દેવેન્દ્ર પટેલના જીવન -કવન આધારિત કોફી ટેબલ બુક ”દેવેન્દ્ર પટેલ – જીવન સફર “, તથા પોલીસના સાહસની દિલધડક સત્ય કથાઓ આધારિત પુસ્તક “કર્તવ્ય ” વિમોચન કરવામાં આવ્યું.આ બંને પુસ્તકમાં ‘ દેવેન્દ્ર પટેલ – જીવન સફર,’ જાણીતા લેખક, સાહિત્યકાર,પદ્મ દેવેન્દ્ર પટેલના જીવન ઉપર આધારિત આ પુસ્તકમાં દેવેન્દ્ર પટેલ વિશે બારીકાઇથી જાણવા મળશે. બીજું પુસ્તક “કર્તવ્ય ” જેમાં અરવલ્લીના પોલીસ વડા સંજય ખરાત ની સફળ કામગીરીની અને જિલ્લામાં કરેલી કામગીરીની સત્ય ઘટના ઉપર આધારિત છે. જેમાંથી પોલીસ વિશે સકારાત્મક માનસિકતા અને વલણ વિશે ઊંડાણપૂર્વક, રહસ્યમય, કથાઓ વાંચવા મળશે.

આ કાર્યક્રમમા મંત્રી એ સંબોધન કરતા જુના અનુભવોનું વર્ણન કર્યું.અને પોલીસ સાથેના સકારાત્મક અનુભવોનું વર્ણન કર્યું, વધુમાં તેમણે જણાવ્યું ‘અરવલ્લી જિલ્લામાં બે પુસ્તકનું વિમોચન કરવામાં આવી રહ્યું છે તો તે માટે શુભકામનાઓ અને આવનારા નવા યુવા પેઢીના લેખક માટે પ્રોત્સાહન પૂરું પાડશે. અરવલ્લી જિલ્લાના નવા ઉભરતા લેખકો, કવિઓ,સાહિત્યકાર માટે આજે દેવેન્દ્ર ભાઈ ઉત્સાહ પૂરો પાડી રહ્યા છે. અને નવા ઉભરતા યુવા લેખક જેમણે આજના બે પુસ્તક લખ્યા છે. તેમને શુભકામનાઓ આપું છું. અને સાહિત્યમાં રસ ધરાવતા યુવાનો માટે ઈશ્વરભાઈ પ્રજાપતિ મોટુ ઉદાહરણ પૂરું પાડશે.’

આ કાર્યક્રમમાં પદ્મ શ્રી દેવેન્દ્ર ભાઈ પટેલે સંબોધન કરતા જણાવ્યું, અરવલ્લી જિલ્લામાં આ કાર્યક્રમમાં આજે બે પુસ્તકોનું વિમોચન થઈ રહ્યું છે ત્યારે આજના નવયુવાન લેખકો અને પત્રકારોને નવી રાહ મળશે. વધુમાં દેવેન્દ્રભાઈએ પોલીસ સાથેના પોતાના અનુભવો અને તેમની કામગીરી વિશે વાત કરી,પત્રકાર તરીકેના, સાહિત્યકાર તરીકે થયેલા પોતાના અનુભવોનો રસથાળ પાથર્યો.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિક, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત,નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસાર, ઉદ્યોગપતી અશોકભાઈ, ર્ડો.માસુંગ દોસ્ત અને અધિકારી ઓ, પદાઅધિકારી ઓ અને મોટી સંખ્યામાં પોલીસ વિભાગના અધિકારીઓ તેમજ પોલીસ પરિવાર અને મોટી સંખ્યામાં નગરવાસીઓ ઉપસ્થિત રહ્યા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 570

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *