શ્રી પરશુરામ સંગઠન અને ભરૂચ પાંજરાપોળના સહયોગથી ગૌમાતાના સાનિધ્યમાં “સમૂહ સર્વપિતૃ તર્પણ”નું ભરૂચ પાંજરાપોળ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
સનાતન હિંદુ ધર્મમાં ત્રણ પ્રકારના ઋણ વિશે જણાવવામા આવ્યું છે.દેવઋણ , ઋષિઋણ તથા પિતૃઋણ, જેમાં પિતૃઋણમાંથી મુક્ત થવા માટે શ્રાદ્ધની વિધિ કરવામાં આવે છે શ્રાદ્ધપક્ષમાં ગૌદાન મહિમા સવિશેષ છે. પિતૃતર્પણ કરવાથી પિતૃઋણમાંથી મુક્ત થવાય છે,
પિતૃતર્પણએ પિતૃને સંતુષ્ટ કરવાનો મહિમા છે, સર્વપિતૃના સંતુષ્ટિ માટે ગૌ માતાના સાનિધ્યમાં શ્રી પરશુરામ સંગઠન અને ભરૂચ પાંજરાપોળના સહયોગથી * સમૂહ સર્વ પિતૃતર્પણ” નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આચાર્ય તરીકે કિરણભાઈ જોશીએ સેવા આપી હતી.
આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના જિલ્લા પ્રમુખ બિપિન ભટ્ટ, શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક ફાઉન્ડર હરેશ પુરોહિત, પ્રમુખ કૃણાલ દવે, પાંજરાપોળના ટ્રસ્ટી એડવોકેટ અને નોટરી મહેન્દ્રભાઈ કંસારા, બ્રહ્મઅગ્રણી જ્યેન્દ્ર ભટ્ટ, ગૌપૂજારી કૌશિક જોશી, મીનાબેન જોશી સહિતના સભ્યોની ઉપસ્થિતિ રહ્યા હતા.
અહેવાલ ભાવેશ મુલાણી ભરૂચ.