Latest

રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે અંબાજી ખાતે આજથી શરૂ થયેલા ભાદરવી પૂનમના મેળામાં વહીવટી તંત્ર દ્વારા થયેલી તૈયારીઓની સમીક્ષા કરી

અંબાજીના દર્શને આવતા શ્રદ્ધાળુઓ આસ્થા સાથે તંત્રના સુદઢ વ્યવસ્થાપનની અનુભૂતિ પણ કરે તેવું આયોજન કરવા મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારની તાકીદ

મેળા દરમ્યાન વિવિધ વિભાગો દ્વારા ઊભી કરાયેલી વ્યવસ્થાને કાયમી સ્વરૂપ આપવા અનુરોધ

માતાના દર્શને આવતા શ્રદ્ધાળુઓને માર્ગદર્શન માટે સમગ્ર શહેરમાં હેલ્પ સેન્ટર તથા વોલેન્ટિયર ફોર્સ કાર્યરત કરવા ઉપરાંત વ્યવસ્થાઓનું મોનિટરિંગ મિકેનિઝમ ગોઠવવા  કર્યા નિર્દેશ

         રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે અંબાજી ખાતે આજથી શરૂ થયેલા ભાદરવી પૂનમના મેળામાં વહીવટી તંત્ર દ્વારા કરાયેલા આયોજનની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે જિલ્લા વહીવટી તંત્રને કેટલાક મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા હતા.
મુખ્ય સચિવશ્રીએ જણાવ્યું હતું કે, અંબાજીના દર્શને અનેક લોકો ભક્તિ ભાવપૂર્વક આવે છે ત્યારે આ શ્રદ્ધાળુ આસ્થા સાથે તંત્રના સુદ્રઢ વ્યવસ્થાપનની અનુભૂતિ પણ કરે તે જરૂરી છે એટલે એ દિશામાં વ્યવસ્થાઓ ગોઠવવા મુખ્ય સચિવશ્રી એ તાકીદ કરી હતી.
મુખ્ય સચિવ શ્રીએ મા અંબાના દર્શને આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે  માર્ગદર્શક દિશાચિંહો મૂકવા તંત્રએ કરેલી કામગીરીને બીરદાવતા કહ્યું હતું કે, સમગ્ર શહેરમાં હેલ્પ સેન્ટર તથા વોલેન્ટિયર ફોર્સ કાર્યરત કરવા ઉપરાંત વ્યવસ્થાઓનું મોનિટરિંગ મિકેનિઝમ ગોઠવવા પણ સુચન કર્યું હતું.

      આ બેઠકમાં શ્રી પંકજ કુમારે કહ્યું કે, આ સમગ્ર મેળા દરમિયાન તમામ પ્રકારની વ્યવસ્થાઓ સુદઢ રીતે જળવાઈ રહે તે માટે આયોજન કર્તાઓએ સામાન્ય નાગરિકની દ્રષ્ટિએ વિચારીને પણ
વ્યવસ્થાઓ ગોઠવવી જોઈએ જેને પગલે દર્શનાર્થીઓને સુગમતા રહે.
દર્શનાર્થે પગપાળા આવતા ભક્તો માટે રાત્રિના સમયે લાઇટિંગની પ્રોપર વ્યવસ્થા થવી જોઈએ જેના કારણે રાત્રિ દરમિયાન કોઇપણ દર્શનાર્થીઓને તકલીફ ન પડે તેમજ  પાર્કિંગ વ્યવસ્થા સુદઢ થવી જોઈએ અને તેનું મોનેટરીટીંગ સતત થવું જોઈએ જેથી કરીને બહારગામથી આવતા વાહનચાલકોને અગવડ ન પડે તેમજ સંઘમાં આવતા વાહનોને સુનિયોજિત પાર્ક કરાવવા જેથી અવ્યવસ્થા ના સર્જાય તેવા સૂચનો મુખ્ય સચિવશ્રીએ વહિવટી તંત્રને આપ્યા હતા.
તેમણે વધુમાં કહ્યું કે, ભક્તોને લઈને આવન જાવન કરતી એસટી બસો સ્વચ્છ અને સુદ્રઢ  રહેવી જોઈએ તેમજ એસટી બસોની આવન જાવનનું મોનીટરીંગ કરવા દિશા-નિર્દેશ આપ્યા હતા.

      વન કુટીરોનો ઉલ્લેખ કરી  તેમણે કહ્યું કે, પદયાત્રાના માર્ગ પર જ્યાં વન  કુટીરોમાં યાત્રિકો આશ્રય લે છે તેની સ્વચ્છતા પણ જળવાવી જોઈએ છે.
મેળા દરમ્યાન વિવિધ વિભાગો દ્વારા ઊભી કરાયેલી વ્યવસ્થાને કાયમી સ્વરૂપ આપવા અનુરોધ કરી આ વ્યવસ્થાઓમાં ગુણાત્મક સુધારો થાય તે પણ એટલું જ જરૂરી છે એમ તેમણે જણાવ્યું હતું.

     આ બેઠકમાં સચિવશ્રી હારિત શુક્લા, શ્રી રાજકુમાર બેનીવાલ, શ્રી રૂપવંત સિંહ , આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવશ્રી આર. આર. રાવલ, જિલ્લાની વિવિધ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટીદાર દિકરી નાં માનવ અધિકાર હનન મામલે કૂર્મી સેના મેદાનમાં : મુખ્યમંત્રી ને આવેદન પાઠવ્યું

સરકાર દ્વારા આ બાબતે નક્કર કાર્યવાહી કરવામાં નહી આવે તો કૂર્મી સેના માનવઅધિકાર…

1 of 570

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *