ભાવનગર ગ્રામ્યમાં ધારાસભ્ય પરષોત્તમભૌ સોલંકીની ભવ્ય રેલી અને સભાનું આયોજન કરાયું હતું. મત્સ્ય અને પશુપાલન મંત્રી બન્યા બાદ પરસોત્તમ સોલંકી પ્રથમવાર ભાવનગર આવતા ભવ્ય સ્વાગત કરાયું. તાજેતરમાં ગુજરાત રાજ્યની ચૂંટણીમાં ભાવનગર ગ્રામ્ય વિધાનસભામાં ભવ્ય લીડથી વિજય બનેલા અને ગુજરાત રાજ્યના મત્સ્ય અને પશુપાલન મંત્રી બન્યા બાદ ભાવનગરના આંગણે પધારતા પરસોત્તમ સોલંકીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
અને ભવ્ય કાર, બાઈક રેલી યોજાઇ હતી. ભાવનગર શહેર ભાજપ સંગઠન દ્વારા ભવ્યાતિ ભવ્ય સ્વાગત કર્યા બાદ શહેરના નારી ચોકડીથી રેલીનો પ્રારંભ થઈ મસ્તરામ બાપુ મંદિર, દેસાઇનગર, આરટીઓ, જવેલ્સ સર્કલ, કાળિયાબીડ પાણીની ટાંકી, વિરાણી સર્કલ, લીલા સર્કલ થઈ સીદસર રાજપથ ક્લબ ખાતે પૂર્ણ કરી સભાના રૂપમાં ફેરવાઈ હતી.
સમગ્ર યાત્રાપથને રંગબેરંગી કમાનો, બેનરો દ્વારા સજાવવામાં આવ્યા છે. તેમજ પ્રત્યેક સ્થળે પુષ્પની ફૂલપાંદડીઓથી મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં 500થી વધુ બાઇક તથા 150થી વધુ કાર જોડાઈ હતી. પરસોત્તમ સોલંકીનું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાવનગર શહેર ભાજપ સંગઠન દ્વારા મંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં પૂર્વ-પશ્ચિમના ધારાસભ્ય સેજલ પંડ્યા અને જીતુ વાઘાણી, ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ ડૉ. રાજીવ પંડ્યા, શહેર સંગઠનના હોદ્દેદારો, વરિષ્ઠ આગેવાનો, મહાનગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ, નગરસેવકો, ભાવનગર શહેરના તમામ વોર્ડનું સંગઠન, શિક્ષણ સમિતિના સદસ્યો, તમામ સેલ-મોરચાના હોદ્દેદારો આ સ્વાગત યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા.
રિપોર્ટ નરેશ ડાખરા અને અલ્પેશ ડાભી ભાવનગર