અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ પશ્ચિમના લોક લાડીલા,ઉત્સાહી અને લોકસભામાં ભાજપના સર્વશ્રેષ્ઠ સાંસદનો સતત ત્રણ વખત ખિતાબ પ્રાપ્ત કરનારા પૂર્વ સાંસદ ડૉ.કિરીટભાઇ સોલંકીએ પાટણ વાલ્મિકી સમાજના લોકોની ઝીણી રીત, રામજી મંદિર ખાતે મુલાકાત લીધી હતી, ત્યારે તેમની સાથે પાટણ નગર પાલિકાના એક્ટિવ કોર્પોરેટર રાજેશભાઈ હીરવાણિયા, ગુજરાત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પત્રકાર સંઘના નવ નિયુક્ત પ્રમુખ રમેશભાઈ સોલંકી, ડો આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના પૂર્વ ડિરેક્ટર અરુણકુમાર સાધુ તેમજ અન્ય આગેવાનઑ સાથેની સૌજન્ય મુલાકાતે પધારેલા પૂર્વ સાંસદ સભ્ય ડૉ.કિરીટભાઇ સોલંકીનું પાટણ શહેર વાલ્મિકી સમાજના ઉપક્રમે સાફો, શાલ અને ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું .અને સાથે પધારેલા મહેમાનો ને પણ સાલ, ફૂલહાર થી સન્માન કરવામાં આવ્યું હતું .
પાટણ શહેર વાલ્મિકી સમાજ દ્વારા સન્માન થતા પૂર્વ.સંસદ સભ્ય ડૉ.કિરીટભાઇ સોલંકીએ પ્રસન્નતા અનુભવી હતી અને કહ્યું હતું કે પાટણ શહેરના વાલ્મિકી સમાજના અગત્યના ત્રણ કામો જેમાં પાટણ નગર પાલિકા માં સફાઈ કામદારો ની કાયમી ભરતી,સિદ્ધપુર ચાર રસ્તા પાસેની સ્મશાનભૂમિ અને પાટણ ખાતે વાલ્મિકી સમાજ માટે વાલ્મિકી સમાજ ભવનના પ્રશ્ન માટેના દસ્તાવેજી ફાઇલનો અભ્યાસ કરી ,
પાટણ જિલ્લાના કલેક્ટરનુ અને ગુજરાત સરકારનું ધ્યાન દોરીને સત્વરે સમાજને લાભ મળે તેવો વિશ્વાસ આપેલો. કાર્યક્રમને સફળ બનાવવા પાટણ વાલ્મિકી સમાજના પ્રમુખ રામભાઈ, ઉપ પ્રમુખ અમૃતભાઇ,
પંચ પટેલ રાજુભાઈ, પંચ પટેલ અરવિંદભાઈ, કિશોરભાઈ ઉર્ફે લાલાભાઈ, પૂ.પ.પટેલ નરોત્તમભાઈ, પૂ.પ્રમુખ કિશોરભાઈ,કારોબારી સભ્ય પરસોતમભાઈ તેમજ સમાજના લોકો કોઈ ઉપસ્થિત રહીને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.