Breaking NewsLatest

ભાવનગરના પીંગળી ગામે ભાવનગર જિલ્લા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા કરોડોના ખર્ચે “શ્રી લક્ષમણધામ” મંદિરનું ભવ્ય નિર્માણ થશે

ભાવનગર તા.9
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી ગામ ખાતે ભાવનગર જિલ્લા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ તેમજ પ.પૂજ્ય લક્ષષ્ણદાસજી બાપુ સેવક સમુદાય દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે પીંગળી ખાતે પાલીતાણા હાઇવે પર રોડ ટચ સાડા-પાંચ વીઘા જગ્યા લેવામાં આવી છે અને આ જગ્યામાં “પરમ પૂજ્ય સંતશિરોમણી સૌરાષ્ટ્ર કેસરી મહામંડલેશ્વર 1008 શ્રી લક્ષ્મણદાસજી બાપુ નું ભવ્ય મંદિર નું નિર્માણ કરવામાં આવનાર છે.

મંદિર સંકુલની અંદર સમાજના વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે અધતન સુવિધા સભર ભવ્ય ભવનનું પણ નિર્માણ કરવામાં આવનાર છે. તેમજ બહારગામથી આવતા ભાવિક ભક્તોના ઉતારા માટે ભવ્ય ધર્મશાળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેવું મંદિર નિર્માણના પ્રમુખ અને સમાજ અગ્રણી અગરશંગભાઈ રાજાભાઈ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું. વધુ માહિતી માટે મો.9375912000 નો સંપર્ક કરવા જણાવ્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *