પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લોકો ને ઘર ના ઘર નું સ્વપ્ન સાકાર કરવા મકાનના બાંધકામ માટે સરકાર દ્વારા આર્થિક સહાય પુરી પાડવામાં આવે છે. જે અંતર્ગત શહેરી વિસ્તારમાં લોકો ને રૂપિયા 3લાખ 30 હજાર તથા ગ્રામ્ય વિસ્તારમાં 1 લાખ 20 હજાર અને નરેગા હેઠળ 20 હજાર એમ કુલ 1 લાખ 40 હજાર સહાય આપવામાં આવે છે.
હાલ માં મોંઘવારી ની અસર તમામ રો મટીરીયલ જેમ કે રેતી, કપચી, સિમેન્ટ, લોખંડ તમામ માં અસહ્ય ભાવ વધારો થયેલ હોય ગ્રામ્ય વિસ્તારમાં સરકારશ્રી દ્વારા આપવામાં આવતી સહાય પૂરતી નથી. આથી ગ્રામ્ય વિસ્તારના રહીશો ને પણ શહેરી વિસ્તારના રહીશો જેટલીજ રૂપિયા 3 લાખ 30 હજાર ની સહાય પુરી પાડવા કોંગ્રેસ આગેવાન જયરાજસિંહ મોરી દ્વારા મુખ્યમંત્રી શ્રી ને આજરોજ રજુઆત કરવામાં આવી.