આગામી તા. ૩૦ સપ્ટેમ્બર, શુક્રવારના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી બનાસકાંઠા જિલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પધારી વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત- લોકાર્પણ કરવાના છે.
જેને અનુલક્ષીને પ્રિ-ઇવેન્ટના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લામાં જાહેર સ્થળો, રસ્તાઓની સાફ- સફાઇ તથા દવા છંટકાવ, સરકારી કચેરીઓમાં સાફ- સફાઇની ઝુંબેશ, સ્વચ્છતા રેલી, શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા સફાઇ અંગેની પ્રતિજ્ઞા, જાહેર જગ્યાએ રંગોલી અને ચિત્રકામ દ્વારા સુશોભન અને શાળાઓમાં ચિત્ર તથા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આમ બનાસકાંઠા જિલ્લામાં વડાપધાનશ્રીના આગમનને લઇ તંત્ર દ્વારા સંગીન આયોજન કરાયું છે. બનાસકાંઠા જિલ્લામાં બાળકોથી લઇ અબાલ વૃધ્ધ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને આવકારવા થનગની રહ્યા હોય તેવો માહોલ સર્જાયો છે.
અંબાજી પ્રહલાદ પૂજારી