Latest

પોળો ફોરેસ્ટમાં માહિતી ખાતાની ચિંતન શિબિર યોજાઇ

‘પત્રકારત્વના સાંપ્રત પ્રવાહો’ વિષય પર ગુજરાત સમાચારના ચીફ રિપોર્ટર શ્રી મુકુંદ પંડ્યા અને BBCના પત્રકાર શ્રી ભાર્ગવ પરીખનું વક્તવ્ય

લેખન કૌશલ્યને વધુને વધુ લોકાભિમુખ અને અસરકારક બનાવવા પ્રકૃતિના સાન્નિધ્યમાં મંથન

ગુજરાત પ્રેસ અકાદમી ગુજરાત રાજ્ય અને પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે માહિતી ખાતાના કર્મચારીઓ માટે સાબરકાંઠા જિલ્લામાં આવેલા પોળોના જંગલમાં “પત્રકારત્વના સાંપ્રત પ્રવાહો” વિષય પર એક દિવસીય પરિસંવાદ યોજાયો હતો.

પ્રકૃતિના સાન્નિધ્યમાં  યોજાયેલી આ ચિંતન શિબિરમાં પત્રકારત્વના સાંપ્રત પ્રવાહો’ વિષય પર ગુજરાત સમાચારના ચીફ રિપોર્ટર શ્રી મુકુંદ પંડ્યા અને BBCના વરિષ્ઠ પત્રકાર શ્રી ભાર્ગવ પરીખે તેમના અનુભવોની આધારે પત્રકારત્વ અને લેખન કૌશલ અંગે વક્તવ્ય આપ્યું હતું

આ ઉપરાંત લેખન કૌશલ્યને વધુને વધુ લોકાભિમુખ અને અસરકારક બનાવવા  અંગે તેમજ અસરકારક પ્રત્યાયન અંગે ગુજરાત પ્રેસ અકાદમીના સચિવ તેમજ અધિક માહિતી નિયામક શ્રી પુલક ત્રિવેદીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

શિબિર અંગે સ્વાગત પ્રવચન પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના  નાયબ માહિતી નિયામકશ્રી હિમાંશુ ઉપાધ્યાય એ કર્યું હતું. આભારવિધિ સાબરકાઠાના ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક શ્રી નિધીબેન જયસ્વાલે કર્યું હતું.

શિબિર અંગેના પ્રતિભાવો પાલનપુરના નાયબ માહિતી નિયામક શ્રી અમિત ગઢવી, ભાવનગરના નાયબ માહિતી નિયામક શ્રી ચિંતન રાવલ અને પાટણના ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક શ્રી કુલદીપ પરમારે આપ્યા હતા.

શિબિરનું સંચાલન શ્રી ઉમંગ બારોટ અને શ્રી વિવેક ગોહિલે કર્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા SSC અને HSCની પરીક્ષા આપતા તમામ વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી

ગોધરા, વી.આર. એબીએનએસ, ગોધરા(પંચમહાલ):: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગોલ્લાવ…

1 of 583

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *