ધી સ્કૂલ ઓફ લિબરલ આર્ટસ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ, સ્કૂલ ઓફ સાયન્સિસ સાથે ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ, પી.પી. સવાણી યુનિવર્સિટી, સુરત દ્વારા પ્રતિષ્ઠિત કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) ની “પ્રી-પ્લેસમેન્ટ ટોક” પછી “પૂલ ઓન-કેમ્પસ રિક્રુટમેન્ટ ડ્રાઇવ” નું આયોજન 19મી એપ્રિલ, 2023, ના કરવામાં આવ્યું હતું.. B.Com, B.A, B.B.A/BBM/BMS, B.Sc જનરલ (નોન CS, નોન IT) ના 2023 માં પાસ આઉટ થનાર તમામ સ્નાતકો માટે પી.પી. સવાણી યુનિવર્સિટી એ શ્રેષ્ઠ કારકિર્દી ઉન્નતીકરણ પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું.
માત્ર PPSU વિધાર્થીઓ જ નહીં, પરંતુ દક્ષિણ ગુજરાતની 10 થી વધુ વિવિધ પ્રતિષ્ઠિત કોલેજોના 100 થી વધુ વિદ્યાર્થીઓએ પણ ભરતી અભિયાનમાં ભાગ લીધો હતો. TCS તરફથી પી.પી.સવાણી યુનિવર્સિટીના મેનેજમેન્ટને ડ્રાઇવ નુ અયોજન કરવા બાદલ અભિનંદન પાઠવ્યા હતા અને ડો. પરાગ સંધાણી (પ્રોવોસ્ટ), ડો. સતીશ બિરાદર (રજિસ્ટ્રાર), ડો. બિન્દેશ પટેલ (ડેપ્યુટી રજિસ્ટ્રાર) અને યુનિવર્સિટીની તાલીમ અને પ્લેસમેન્ટ સેલ ટીમના પ્રયાસો માટે પ્રશાંશા મળી હતી.
ભાવેશ મુલાણી, ભરૂચ.