રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રતિ વર્ષ યોજાતી પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષાનો ઓલપાડ તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયેલ છે.
આ પરીક્ષા સંદર્ભે વધુ માહિતી આપતાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યને સમાંતર નિયત તારીખ ૧ અને ૨ જુલાઈ દરમિયાન યોજાનારી આ પરીક્ષા માટે પ્રાથમિક વિભાગનાં કુલ ૩૨ પરીક્ષા કેન્દ્રો જ્યારે માધ્યમિક વિભાગનાં ૮ પરીક્ષા કેન્દ્રો મળી અનુક્રમે ૧૮૪૬ અને ૫૧૩ પરીક્ષાર્થીઓ નામાંકિત થયેલ છે. તમામ કક્ષાએ પરીક્ષાનું સુચારું આયોજન કરવામાં આવેલ છે.
તમામ પરીક્ષાર્થીઓને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઈ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ તથા મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરે હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
ભાવેશ મુલાણી, ભરૂચ.