ગઢડા(સ્વામીના) ખાતે એસ.ટી. ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવતા કંડક્ટરે બસમાં મુસાફરી દરમિયાન મોબાઇલ ફોન અને સોનાની વીંટી જેવો કિંમતી સામાન કોઈ પેસેન્જર ભૂલી જતા સાચવીને મૂળ માલિક સુધી પહોંચાડી ઉમદા ફરજ બજાવી હતી.
ગઢડા એસ.ટી. ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવતા અને ગઢડામાં રહેતા સંજયભાઈ શેફાતરા બેઝ નંબર ૦૦૧૧ ગઢડા થી ભાવનગર રૂટ ઉપર વહેલી સવારે ૬ વાગ્યે ચાલતી એસ.ટી. બસ માં ફરજ ઉપર હાજર હતા. આ દરમિયાન કોઈ મુસાફર પોતાનો સામાન બસમાં ભૂલી જતા પર્સ વિગેરેની તપાસ કરી હતી.
આ દરમિયાન ભૂલાઈ ગયેલા પર્સમાં આઈફોન ૧૧ તેમજ ૨ સોનાની વીંટી મળીને આશરે રૂપિયા ૮૬ હજારનો કિંમતી સામાન મળી આવ્યો હતો. જે કિંમતી માલ સામાન સાચવીને ભાવનગર કંટ્રોલ પોઈન્ટ માં જમા કરાવી મૂળ માલિક સુધી પહોંચાડી પ્રેરક પ્રમાણિકતા નું ઉમદા ઉદાહરણ પૂરૂં પાડ્યું હતુ.
જયરાજ ડવ બોટાદ