હાલમાં દિવાળીનો પર્વ અને વેકેશનનો પર્વ ચાલી રહ્યો છે, મોટી સંખ્યામાં લોકો રાજસ્થાનમાં હરવા ફરવા માટે પોતાના વાહનમા જતા હોય છે. પણ ક્યારેક એવા બનાવો અને એવી ઘટનાઓ બનતી હોય છે જેના કારણે પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થતા હોય છે.
ગુજરાતી ટુરિસ્ટો પોતાના વાહનોમાં આબુ ,જોધપુર જેસલમેર, ઉદયપુર સહિત કેટલીક જગ્યાએ ફરવા જતા હોય છે.રાજસ્થાનના વેપારીઓ ગુજરાતી ટુરિસ્ટો પાસે વધુ ભાવ લેતા હોવાની ફરિયાદો અનેકોવાર ભૂતકાળમાં ઉઠવા પામી હતી. આજે અમદાવાદ ખાતે નોકરી કરતા અને અંબાજી ખાતે રહેતા ઘનશ્યામભાઈ લુહાર પોતાના પત્ની સાથે
રાજસ્થાનના પોતાના ગામથી અંબાજી તરફ આબુરોડ થઈને આવતા હતા ત્યારે સુર પગલા ગામ પાસે સાંજના સુમારે વીર બાબાના મંદિર પાસેથી કેટલાક માથાભારે અસામાજિક તત્વો ગુજરાતી ટુરિસ્ટો ના વાહનો પર પથ્થરમારો કર્યો હતો જેમાં ત્રણથી ચાર કારના કાચ તૂટ્યા હતા.
ભૂતકાળમાં પણ અનેકવાર ગુજરાતી ટુરિસ્ટોના વાહનો ઉપર પથ્થરમારોની ઘટના બની છે પરંતુ રાજસ્થાન પોલીસ હજુ સુધી એક પણ આરોપીની ઘરપકડ કરી નથી,જેની સામે ટુરિસ્ટોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રિકો પોલીસના કેટલાક જવાનો અને રાજસ્થાન છાપરીના જવાનો અંબાજી મંદિરમાં અધિકારીઓને દર્શન કરવા માટે અને મોહનથાળ ખાવા માટે આવે છે
પરંતુ આરોપીઓને પકડવા માટે આવતા નથી. ભૂતકાળમાં અનેકો બનાવ્યા છે તેમ છતાં રાજસ્થાન પોલીસ છાપરી પોલીસ શંકાના દાયરામાં આવતા આરોપીઓની ધરપકડ કરી નથી કે તમે પૂછપરછ પણ કરી નથી. હાલમાં રાજસ્થાન પોલીસ દ્વારા ગુજરાતી ટુરિસ્ટો પાસેથી એન્ટ્રીના નામ પર 100 રૂપિયા 500 રૂપિયાની એન્ટ્રી લેવામાં આવે છે.
આજની ઘટનામાં ઘનશ્યામભાઈ લુહારને કારણે નુકસાન થયેલ છે અને પાછળ બેસેલ તેમની પત્નીને માથાના ભાગ પર ઈજા પહોંચતા અંબાજી આદ્યશક્તિ સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવેલ છે. સિરોહી એસપી દ્વારા તાત્કાલિક ધોરણે છાપરી રાજસ્થાન ચોકીના તમામ જવાનોને બદલવામાં આવે તેવી માંગ ઉઠી છે.
અંબાજી પ્રહલાદ પૂજારી