બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની વાત કરવામાં આવે તો દાંતા ગામ વર્ષો અગાઉ સ્ટેટ તરીકે જાણીતું હતુ. દાંતા સ્ટેટના અગાઉના રાજવી ભવાનીસિંહ પરમાર મા અંબાના અનન્ય ઉપાસક હતા. અંબાજી મંદિરનો વહીવટ વર્ષો અગાઉ દાંતા રાજવી પરિવાર હસ્તક ચાલતો હતો.
દાંતા ના રાજવી મહિપેન્દ્રસિંહ પરમાર રવિવારે સવારે અચાનક આ દુનિયાને અલવિદા કહી દીધી હતી અને આ સમાચાર વાયુ વેગે પ્રસરતા દાંતા તાલુકામાં અને ગુજરાતમાં શોક છવાઈ ગયો. આજે વહેલી સવારે તેમના અંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો અને રાજવી લોકો ગઢ પેલેસ ખાતે સાથે આવ્યા હતા. આજે સોમવતી અમાસના પવિત્ર દિવસે રાજવીની અંતિમયાત્રા ગઢ પેલેસ થી નીકળી હતી
અંતિમયાત્રા ગઢ પેલેસ થી નીકળી અને દાંતા ગામમાં નિકળી ત્યારે જગ્યા જગ્યા ઉપર લોકો મોટી સંખ્યામાં તેમના અંતિમ દર્શન કરવા ઉભા હતા, આ અંતિમયાત્રામાં અનેક રાજવીઓ પણ જોડાયા હતા. ગઢ પેલેસ થી અંતિમ યાત્રા નિકળી જે દાંતા ગામ થઈ ગંગવા ખાતે પહોંચી હતી.સરસ્વતી નદીના કાંઠે અંતીમ સંસ્કાર કરવામાં આવ્યા.દાંતા રાજવી મહીપેન્દ્રસિંહ 75 વર્ષની ઉંમરના હતા.
તેમના પુત્ર રિદ્ધિરાજસિંહ દ્વારા અંતિમ વિધિ કરવામાં આવી.દાંતા ના તમામ બજારો બંધ જોવા મળ્યા.આજે સોમવતી અમાવસના દિવસે ગંગવા સરસ્વતી નદીના કાંઠે અંતિમ સંસ્કાર કરાયા.ગંગવા ખાતે ગંગેશ્વર મહાદેવ પ્રાચીન મહાદેવનું મંદિર આવેલું છે.ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
અંબાજી પ્રહલાદ પૂજારી