સુરત: કોઈ પણ વ્યક્તિને રક્તદાન કરવું એ સૌથી મોટું મહાદાન ગણવામાં આવે છે. જેના માટે નિષવાર્થ રક્તદાન કરતા રક્તદાતાઓ ખરેખર સરાહનીય કાર્ય નિભાવે છે કોઈ પણ ભેદભાવ વિના રક્તદાન કરી વ્યક્તિનો જીવ બચાવવો એ આ દુનિયામાં સર્વશ્રેષ્ઠ પુણ્યનું કાર્ય ગણાય છે.
સુરત ખાતે સંગઠનના તાંતણે વસેલ શક્તિ શિક્ષણમંત્રીના વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કર્મશીલ કાર્યકર્તાઓના સ્મરણાર્થે સદગતના દિવ્ય આત્માને શાશ્વત મોક્ષ અને શ્રદ્ધાંજલિ રૂપે “રક્તદાન કેમ્પ” આયોજિત કરવામાં આવ્યો હતો.
જેમાં જીવન રક્ષણાત્મક રક્ત રૂપી આહુતિ આપનાર સૌ નિઃસ્વાર્થ રક્તદાતાઓનો જુસ્સો વધારી, નૈતિક ફરજના ભાગરૂપે સૌ યુવા-સ્વસ્થ્ય કાર્યકર્તાઓને નિયમિતપણે રક્તદાન કરવા રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓને રક્તદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.