Latest

નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં બોરસદ તાલુકાના વાછીએલ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ

ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરાયો

આણંદ, બુધવાર :: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રત્યેક વ્યક્તિ સુધી સરકારના યોજનાકિય લાભો પહોંચાડીને તેમના વિકાસને આકાર આપવાની સાથે વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ્યથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. જે અંતર્ગત આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલા વાછીએલ ગામ ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઇ સોલંકીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય હેતુ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડી પ્રત્યેક વ્યક્તિ અને પરિવારનો વિકાસ સાધવાનો તેમ જણાવી ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમના ભાગરૂપે સરકારની વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિ “ધરતી કહે પુકાર કે” રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં વિકસિત ભારત સંકલ્પ અંગે વડાપ્રધાનશ્રીનો રેકોર્ડેડ વિડીયો સંદેશ રજૂ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં તાલુકાના પદાધિકારીઓ,  વિવિધ સરકારી કચેરીના અધિકારી-કર્મચારીઓ અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોટ ભૂમિકા પંડ્યા આણંદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *