Latest

લાઠી રામકથાની તૈયારીઓ આખરી તબક્કામાં.

-તા. 24 થી મોરારીબાપુના વ્યાસાસને શંકર પરિવારનુ ભવ્ય આયોજન-
વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા)
આગામી 24 ને શનિવારના રોજ સાંજે 4-00 વાગે રામચરિત માનસકથા મોરારીબાપુના વ્યાસાસને લાઠીમાં આરંભ થવાં જઈ રહ્યોં છે. આ કથાના નિયમિત માત્ર યજમાન શંકર પરિવાર છેલ્લાં છ માસથી કથાની તડામાર તૈયારીઓ કરે છે.તેથી હવે કથા શુભારંભમા બે દિવસ બચ્યાં છે તેથી તૈયારીઓ તેજ થઇ છે.

આ કથાના યજમાન શ્રી ઘનશ્યામભાઈ શંકર લાઠીના અગ્રણી ઉદ્યોગપતિ અને સુરતની શિવમ્ ડાયમંડ કંપનીના માલિક છે. તેઓએ ગામમાં નિમિત બનીને 4000 જેટલાં વૃક્ષોનું વાવેતર કર્યું છે. જળ મંદિરોના નિર્માણમાં રોડ રસ્તાના સર્જન કાર્યમાં પણ ઘનશ્યામભાઈનું પ્રદાન નોંધપાત્ર છે.

આ અંગેની વિગતો આપતા શ્રી ધીરુભાઈ ધોળીયા જણાવે છે કે ઘનશ્યામભાઈ, તુલસીભાઈ અને દુલાભાઈ સહિત ત્રણે ભાઈઓ આ કથા લાઠીના આંગણે યોજાય તે માટેનો 2014 માં સંકલ્પ કરેલો અને તેને સાકાર કરવા માટે અથાગ પ્રયત્નો કર્યા છે.

આ કથા દરમિયાન 76 જેટલી દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન અને તે સિવાય અનેક પ્રકલ્પો કથા દરમિયાન યોજનાર છે શ્રી ધીરુભાઈ જણાવે છે કે ઘનશ્યામભાઈ એ અબોલ સેવક હોય તે રીતે પોતાની કામગીરી કરી રહ્યાં છે. વિધવા બહેનોને રાશન કીટનું વિતરણ અને અલગ અલગ પ્રકારની બીજી મદદ જરૂરિયાત મંદોને પહોંચાડી રહ્યાં છે.

કથાની વિગતો આપતાં શ્રી ઘનશ્યામભાઈ શંકર જણાવે છે કે આ કથાના પ્રવેશદ્વાર પર વિશાળ હિમાલય બનાવવામાં આવ્યો છે. ત્યાં 35 ફૂટ જેટલી ઊંચી શિવમૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે. કથા પૂર્ણ થયાં બાદ આ મૂર્તિ લાઠીમાં સ્થાપિત કરવામાં આવશે.

કથા દરમિયાન ભોજન ભોજન અને ભાવ નો સંગમ સૌને અહીં પ્રાપ્ત કરી શકશે 1 લાખ લોકો બેસી શકે એટલા મોટો સમિયાણો ઊભો કરવામાં આવ્યો છે.1000 ભાઈઓ અને 200 બહેનો સ્વયંસેવક તરીકે સેવા આપશે.

કથા દરમિયાન પાંચ વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે જેમાં તારીખ 25 ના રોજ અકુંપાર નાટકનું મંચન,તારીખ 27 ના રોજ માયાભાઈ આહી નો લોક ડાયરો, તારીખ 29 ના રોજ રાજભા ગઢવીની પ્રસ્તુતિ, શુક્રવાર 30 -12 -22 ના રોજ 76 દીકરીઓના સમૂહ લગ્ન અને 31-12-22 ના રોજ કિર્તીદાન ગઢવી અને સુખદેવ ધામેલીયાનો લોક ડાયરો યોજાશે

કથા દરમિયાન આચાર્ય દેવવ્રતજી માનની મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, શ્રી પુરુષોત્તમ ભાઈ રુપાલા,અને શ્રીગોવિંદભાઈ ધોળકિયા, મનજીભાઈ ધોળકિયા તથા ચિદાનંદ સરસ્વતીજી મહારાજ અને રામદેવજી મહારાજ- હરિદ્વાર અન્ય મહાનુભાવો ની ઉપસ્થિતિ રહેશે.
શ્રી મનજીભાઈ ધોળકિયા,શ્રી વિજયભાઈ ડોબરીયા,શ્રી કેશુભાઈ ગોટી,શ્રી કાર્તિકભાઇ જીવાણીશ્રી વલ્લભભાઈ મેંદપરા અને અભિજીતભાઈ સતાણી જેવા વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોનું વિશે સન્માન પણ થશે.

રામકથાના આયોજનમાં શ્રી તુલસીભાઈ શંકર અને અન્ય મહાનુભાવો શંકર વિદ્યાલય ના વહીવટદારો તથા ગામના તમામ આગેવાનો ખૂબ મોટાં પ્રમાણમાં જોડાઈ ગયાં છે. 24મીના રોજ શંકર પરિવારના ઘેરથી શોભાયાત્રા બપોરના 1:30 કલાકે નીકળશે અને સાંજે ચાર કલાકે મંડપમાં પહોંચશે.

નિમિત માત્ર યજમાન શંકર પરિવાર આસપાસના લોકોને આ કથાના રસપાન માટે આમંત્રણ સૌને પાઠવ્યું છે. સૌ આ પ્રસંગ પોતાનો ગણી દીપાવવા અભ્યર્થના વ્યક્ત કરી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઈશરધામ (સચાણા) ખાતે રવિવારે ઈશરનોમની સંતવાણી, મહાપ્રસાદ સહિતના ભકિતસભર કાર્યક્રમો સાથે થશે ઉજવણી

જામનગર, સંજીવ રાજપૂત: જામનગરના ઈશરધામ (સચાણા) ખાતે આગામી તા.૬ એપ્રિલ રામનવમીને…

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના નવ નિર્મિત કાર્યાલયનું ઉદ્ધઘાટન કરતા પંચમહાલ જિલ્લા કલેકટર

એબીએનએસ, વી.આર. ગોધરા: પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમારના વરદ હસ્તે ગોધરા દાહોદ…

આત્મહત્યા કરવા નીકળેલ પરિવારને બચાવતી ઇસનપુર પોલીસ ટીમનું શહેર કમિશ્નર દ્વારા કરાયું સન્માન

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા આજરોજ ઇસનપુર…

અપરાજિતા ટ્રસ્ટના ઉપક્રમે જરૂરિયાતમંદ દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોનું વિતરણ કરાયું

મહેસાણા, સંજીવ રાજપૂત: સરકારની વિવિધ વિભાગની યોજનાઓ થકી દરેક સમાજની મહિલાઓનો…

1 of 588

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *