પ્રાથમિક શાળામાં ઓ માં વિધાર્થિનીઓ ને આત્મ રક્ષા માટે તાલીમ આપવાની હોય છે.
રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓ ની વિદ્યાર્થીનીઓને આત્મરક્ષા માટે રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ પ્રોજેકટ માટે લાખો રૂપિયા ની ગ્રાન્ટ ફાળવવામાં આવ્યા છે.ત્યારે આ પ્રોજેક્ટ માં લાયકાત ધરાવતા ટ્રેનર ના હોય આ પ્રોજેક્ટ માત્ર ને માત્ર દેખાડો પૂરતા તાલીમો આપી દેવાય હોય તેવી આશંકા છે. તેવું રસિક ચાવડા દ્વારા જણાવાયું છે અને તે બાબતે ઉચ્ચ કક્ષા એ રજુવાત કરી છે.
ગીર સોમનાથ જિલ્લામાં અને શહેર તથા તાલુકા ની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીનીઓને સાથે કોઇ અઘટીત ઘટના ન બને તેવા હેતુથી સ્વરક્ષણ તાલીમમાં જુડો, કરાટે, પંચીંગ, રેસલીંગ, આર્ચરીની ટ્રેનીંગ આપી અસામાજીક તત્વો સામે બચાવ રક્ષણ હેતુ ઉપયોગ કરે તેવા હેતુની રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ યોજના સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓ ની વિદ્યાર્થીનીઓ માટે તાલીમ આપવામાં આવે છે. જેમાં એક પ્રાથમિક શાળામાં ટ્રેનીંગ હેતુ સરકાર દ્વારા હજારો રૂપિયાનો ખર્ચ કરી આ તાલીમ જે તે નિયત કરેલ સંસ્થા કે ટ્રસ્ટને વિદ્યાર્થીનીઓને તાલીમ આપવા માટે નિયત કરવામાં આવી છે.
હાલમાં આ ટ્રેનીંગ જિલ્લા માં અને તાલુકાઑ માં ઘણી ખરી શાળાઓમાં ચાલુ થયા હોય ત્યારે કેટલાક ગામોની શાળાઓમાં નિયત કરેલ સંસ્થા તરફથી બિનઅનુભવી લોકોને જાણે માત્ર દેખાડા તથા હાજરી પુરીને રકમ મેળવવા હેતુ જ સમગ્ર આયોજન ગોઠવાયું હોય તેવું લાગે છે, વળી જે વ્યક્તિ દ્વારા આ ટ્રેનીંગ આપતી હોય તે વ્યક્તિ કરાટે તથા સ્વરક્ષણ બાબતે કોઇ અનુભવી ન હોવાનું પણ કેટલાક ટ્રેનરો તાલીમ આપતા હોય એવું લાગે છે.કારણે કે એટલે બધી પ્રાથમિક શાળાઓમાં એટલા ટ્રેનર મળવા ખૂબ અઘરા છે તે સ્વાભાવિક છે.
બિનઅનુભવી લોકો દ્વારા તાલીમ અપાવવી અથવા માત્ર કાગળ ઉપર જ તાલીમ આપવાનું આયોજનબદ્ધ કૌભાંડ આ જિલ્લા માં અને તાલુકાઓ માં પણ થયું હોય તેવી આશંકા છે.આ યોજના સમગ્ર રાજ્યમાં હાલમાં લાગુ હોવાનું જાણવા મળ્યું છે. રાજ્ય ના તમામ જિલ્લાની સેંકડો શાળા અને રાજ્યની હજારો શાળામાં આ રીતનું કામ થતુ હોય તો આંકડો કરોડો રૂપિયાના કૌભાંડ તરફ ઇશારો કરતો દેખાય છે.
ગીર સોમનાથ જિલ્લા ના તમામ તાલુકા ની સરકારી પ્રાથમિક શાળાઓ માં રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ યોજના ની તપાસ કરવામાં આવે અને સંસ્થા કે ટ્રસ્ટ ની અપાયેલ તાલીમ નું થર્ડ પાર્ટી ઇનપેકશન કરવામાં આવે અને તમામ ટ્રેનરો જેણે વિદ્યાર્થિની ઓ ને તાલીમ આપી છે તે ટ્રેનરો નામ અને તેના અનુભવ નું વેરીફીકેશન, અપાયેલ તાલીમ ની તપાસ કરવામાં આવે અને જે તે પ્રાથમિક શાળા માંથી આ પ્રોજેક્ટ અંતર્ગત વપરાયેલ ગ્રાન્ટ ની તપાસ થાય તેવી રસિક ચાવડા એ વિજિલન્સ કમિશન,ગાંધીનગર,પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી.
સર્વ શિક્ષા, ગાંધીનગર,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ગીર સોમનાથ ને માંગ કરી છે.