કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ગામની શાળા પ્રત્યે આત્મીયતા કેળવા તેમજ શિક્ષણ પ્રત્યે જાગૃતતા અને રૂચિ કેળવાય તે આશયથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલા સરપંચો ના સંમેલનમા પોતાના ગામની શાળાના જન્મદિવસની સામુહિક ઉજવણી કરવામાં આહવાહન કર્યુ હતુ.
ગાંધીનગર તાલુકા-જિલ્લાના રાણજીપુરા (ઉવારસદ) ગ્રામ પંચાયત દ્વારા.વડાપ્રધાન ના આ ઉમદા વિચારને ચરિતાર્થ કરી ગામની શાળા અને ગ્રામજનો વચ્ચે સેતુ બંધાય તે હેતુથી રાણજીપુરા પ્રા.શાળાના જન્મદિવસની સામુહિક ઉજવણી કરવામાં આવી હતી. સરકારી પ્રા.શાળાના સ્થાપના દિન એટલે કે જન્મદિવસની ઉજવણી થઇ હોય તેમા પણ આટલી આત્મિયતા અને આટલા ઉત્સાહ સાથે ગ્રામજનો આ ઉજવણી પ્રસંગે જોડાયા હોય તેવો આ લાગણીસભર કિસ્સો છે. આ શાળાની સ્થાપનાને ૩૮ વર્ષ પુરા થયા છે. ૧ લી જુલાઇ ૧૯૮૪ માં આ શાળાની સ્થાપના થઇ હતી.
ઉવારસદ ગામમાં બે ભાઇઓના કુટુંબ વિસ્તરતા આજે ૩૦૦ જેટલા ઘર છે અને તમામે તમામ ગ્રામજનોએ આ ઉત્સવમાં આગવો પ્રસંગ હોય તેટલો ભાગ ભજવ્યો હતો. ગ્રામજનોએ ભેગા મળીને કેક કાપી તથા વિવિધ સાંસ્કુતીક કાર્યક્રમો યોજીને શાળાનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો.
આ શુભ દિવસે શાળામા સેવા આપેલ શિક્ષક ભાઇ,બહેનો સી.આર.સી. પગાર કેન્દ્રના આચાર્ય, પંચાયતના સભ્યો, ગામના વડીલો,આગેવાનો તથા અગાઉ શાળામા અભ્યાસ કરી ચુકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનો દ્વારા કાર્યક્રમમા ઉપસ્થિત મહાનુભાવોનુ શાલ ઓઢાડી સન્માન કરવામા આવ્યુ હતુ. શાળામા નવી પીવાના પાણીની પરબ બનાવી આપવાની જાહેરાત પણ કરવામા આવી હતી. તથા સ્વરુચિ ભોજનની વ્યવસ્થા પણ ગ્રામજનો દ્વારા કરવામા આવી હતી.