Latest

રિવરફ્રન્ટ ઉપર આકસ્મિક બનાવોને બનતા અટકાવવા બહેરામપુરા ટાસ્ક ફોર્સ દ્વારા મેયરને આવેદનપત્ર અપાયું

અમદાવાદ: અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર આકસ્મિક બનાવોને બનતા અટકાવવા માટે બહેરામપુરા ટાસ્ક ફોર્સ દ્વારા અમદાવાદના મેયર અને મ્યુ કમિશનરને રૂબરૂ માં મુલાકાત લઈને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેમાં રિવર ફ્રન્ટના બંને સાઈડ ઉપર દરેક સમાજના લોકો પોતાના બાળકોની સાથે રજાઓની મજા માણવા માટે આવતા હોય છે.

રિવરફ્રન્ટ પર આવ્યા બાદ તેઓ નીચે બનાવેલી પાળી ઉપર બેસીને પોતાના ફોનથી સેલ્ફી લેતા હોય છે. આવા સમયે ક્યાંક ફોન પાણીમાં પડી જાય અથવા તો પાણીમાં બાળક પડી જાય તેવી ઘટના બનવાની સંભાવના વધારે રહેતી હોય છે.

જોકે, અત્યારે થોડા સમય પહેલા જ આવો એક કિસ્સો અમદાવાદના રિવર ફ્રન્ટ ઉપર બન્યો હતો. જેમાં સરખેજ વિસ્તારનો એક પરિવાર રિવર ફ્રન્ટ પર ફરવા આવેલ જેમાં એક બાળક રમતા રમતા પોતાનું રમકડું પાણીમાં પડી જતાં તેને લેવા જતા તે બાળક પણ નદીમાં પડી ગયો હતો. તે સમય દરમિયાન બાળકની માતાએ પણ પોતાના બાળકનો જીવ બચાવા માટે કંઇક સમજ્યા વગર જ તેમણે પણ પાણીમાં ઝંપલાવી દીધું હતું. પત્ની અને બાળકને પાણીમાં ડૂબતા જોતા પતિએ પણ નદીમાં કૂદતો મારી દીધો હતો. ત્રણેય જણા ડૂબી રહ્યા હતા ત્યારે ત્યાં હાજર પોલીસના જવાનો દ્વારા તેમને તાત્કાલિક ધોરણે બચાવી લેવામાં આવ્યા હતા.

આમ, આવા બનાવ ફરી વખત ન બને અને જો જોગાનુજોગ બની જાય ફરી વખત તો ત્યારે બચાવના પૂરતા સાધનો આસપાસમાં મોજૂદ હોય તે માટે બહેરામપુરા ટાસ્ક ફોર્સ ની ટીમ દ્વારા મેયર અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર ને લેખિતમાં આ મામલે રજૂઆત કરવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 570

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *