બોટાદ-ગઢડા વચ્ચે બની રહેલ રોડ નાં કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર અંગે, આસપાસનાં ગામોમાંથી ફરીયાદ…! ઉચ્ચ સ્તરીય તપાસ ની માંગ..!
બોટાદ થી ગઢડા વચ્ચે બની રહેલ ડામર રોડનું કામ જે કામ એસ્ટીમેટ અનુસાર કરવામાં આવતુ નથી તેવી રાવ ઉઠવા પામી છે. કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગત થી રોડ પર પાથરવામાં આવી રહેલ ડામરની ગુણવત્તા અને પ્રમાણ માટે પણ પ્રશ્ર્નો ઉઠી રહ્યા છે. સાવ ઓછી માત્રામાં ડામર ભેળવી રોડ પર પાથરવામાં આવતાં ખુબ મોટાં નાણાંનો નફો એજન્સી ને થાય તેવું જાણવા મળી રહ્યું છે.
વળી ડામર ભેળવેલ મટીરિયલ કેટલા કિલો મીટર નાં અંતરે બને છે તે તો એજન્સી વાળાઓને જ જાણ હશે… મોટાં ભાગે સ્થળ પર કોઈ સુપરવાઈઝર, અઘિકારી હાજર નહીં રહેતા હોય માત્ર બિલ મંજૂરીમાં સહી કરવામાં રસ ધરાવતા અઘિકારીઓ પણ આવાં નિયમ વિરુદ્ધ નાં કામમાં એજન્સી જેટલાં જ જવાબદાર છે. જો આવી જ રીતે રોડ બનાવવાનું કામ શરુ રખાય તો રોડ તાત્કાલિક તુંટી જાશે તેવી ભીતિ સેવાઈ રહી છે.
ત્યારે બોટાદથી ગોરડકા સુધીના મંજૂર થયેલ રોડની વચ્ચેના ગામોની પંચાયત ટાટમ, જોટીગડા, રાજપરા, નાગલપર દ્વારા પણ આ બોગસ કામોનો વિરોધ કરાયો છે. રોડના બોગસ કામો થી વારંવાર રોડ તૂટવાની ઘટનાં થી વાહન ચાલકો મુસાફરો પરેશાન છે, બીજી તરફ વર્ષો પછી ડામર રોડ બનતો હોય તો, લોકો પણ રોડ પર નાં ખાડાને લીધે અકસ્માતોથી નીજાદ મેળવવા સારાં રોડ બનાવવાનું ઈચ્છી રહ્યાં છે,
સરકાર શ્રી દ્વારા કરોડોનાં ખર્ચ કરી લોકો માટે સુવિધા ઊભી કરવામાં આવી રહી છે પરંતુ બોટાદ જિલ્લામાં રોડ બન્યાં નાં થોડા દિવસમાં રસ્તા પર મસ મોટા ખાડા પડી જતાં હોય છે ત્યારે ભ્રષ્ટાચારને અટકાવવા તથા આવી ઘટનાંનું પુનરાવર્તન ન થાય તે માટે હાલમાં બની રહેલ રોડનાં કામમાં વ્યાપક ભષ્ટાચાર સંદર્ભે ઉચ્ચ વિભાગીય તપાસ કરાવવી જરૂરી બની ગઇ છે અને આ કામ પેટે કોઈપણ પ્રકાર નું પેમેન્ટ ચૂકવવું નહીં તેવી પણ માંગ કરવામાં આવી છે.!
રિપોર્ટ જયરાજ ડવ બોટાદ