ગુજરાત રાજ્યમાં વિવિધ જિલ્લાઓ આવેલા છે જેમાં સૌથી મોટો વિસ્તાર ધરાવતો જિલ્લો એટલે કચ્છ જીલ્લો આવે છે ત્યારબાદ વધુ વિસ્તાર ધરાવતો બનાસકાંઠા જિલ્લો આવે છે.
આ જિલ્લામાં વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા વિવિધ પ્રકારના સેમીનાર અને કામગીરીના કાર્યો થતા હોય છે,ત્યારે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી ગુજરાત રાજ્ય ગાંધીનગર અને જિલ્લા માર્ગ સલામતી સમિતિ દ્વારા 33 મો રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ 2023 ઉજવવા શરૂ આત આજથી કરાઈ હતી.
33 મો રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ 2023 તારીખ 11/1/2023 થી 17/1/2023 સુધી સ્વચ્છતા પખવાડા અંતર્ગત રોડ સેફ્ટી સેમિનાર જિલ્લા માર્ગ સલામતી સમિતિ અને પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી પાલનપુર બનાસકાંઠા ના સહયોગથી સાત દિવસ સુધી આ સેમીનાર ચાલનાર છે. આ કાર્યક્રમ આજે 11 જાન્યુઆરીના રોજ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી પાલનપુર ખાતે શરૂ કરવામાં આવ્યો હતો.
જેમાં જિલ્લાના કલેક્ટર આનંદ પટેલ જે.જે પટેલ સભ્ય સચીવશ્રી જીલ્લા અને માર્ગ સમિતિ બનાસકાંઠા સહિત અધિકારીઓ અને કર્મચારીઓ સહિત લોકો પણ જોડાયા હતા.
જેમાં બપોરે માર્ગ સલામતી રેલી પણ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આવેલા અધિકારીઓ, કર્મચારીઓ અને લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.
અંબાજી પ્રહલાદ પૂજારી