કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરડેરી દ્વારા હરિયાળી અરવલ્લી ગિરિમાળા અભિયાન
ગ્લોબલ વોર્મિગ આજે માનવ જીવન માટે ગ્લોબલ વોર્નિંગ બની રહ્યું છે અને પૃથ્વીનુ તા૫માન સતત વધતુ જાય છે જેનો અનુભવ ચાલુ વર્ષે સૌને થયો છે.સાબરડેરી દ્વારા છેલ્લા ૧૭ વર્ષથી સામૂહિક વૃક્ષારોપણ અભિયાન કરી દૂધ મંડળીઓના સભાસદોની ભાગીદારીથી વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે
.ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ એક નવતર અભિગમ અપનાવી પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે સાબરડેરી દ્વારા તારીખ ર૨/૮/ર૦ર૫ ના રોજ શામળાજી સ્થિત અરાવલિના જંગલો વધુ ગાઢ થાય,હરિયાળા થાય તે હેતુ જંગલમાં સીડ બૉલ અને બિયારણ સ્પ્રેડિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.
કાર્યક્રમમાં સાબરડેરી વાઇસ ચેરમેન ઋતુરાજભાઇ પટેલ,સાબરડેરી નિયામક મંડળના સદસ્યો શામળભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ અને કેતનભાઈ પટેલ,સાબરડેરી મેનેજિંગ ડિરેક્ટર સુભાષભાઈ પટેલ તેમજ એચ આર ડી હેડ એન એલ પટેલ અને અધિકારીગણ,વનવિભાગના અધિકારી ઓ,દૂધ મંડળીઓના ચેરમેનો તથા સાબરડેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાબરડેરી દ્વારા હરિયાળી અરવલ્લી ગિરિમાળા અભિયાન હેતુ આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે શામળાજી નજીક ડુંગરાળ વિસ્તારમાં ડ્રોનથી સિડ બોલ અને જંગલમાં થાય એવા પારીજાત,ખીજડો,ખેર,ખાખરો,આસિત્રો,
લીમડો,વાંસ,વડ,પીપળ,સીતાફળ,કાચકા, કણજી, ટીમરૂ,ગોરસ આમલી,બિલી, ખજૂર,ગરમાળો જેવા વૃક્ષોના બિયારણનો છંટકાવ કરવામાં આવ્યો હતો જેનાથી જંગલમાં આ પ્રકારના વૃક્ષો પલ્લવિત થઈ ગાઢ જંગલ થશે
પ્રસંગે ઉપસ્થિત આમંત્રિત મહેમાનો,મહાનુભાવો અને સાબરડેરી કર્મચારીઓ દ્વારા શામળાજી ખાતેના સાબરડેરીના શીતકેન્દ્ર ખાતે સામૂહિક વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.