શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી અને દાંતા તાલુકામાં વિવિઘ મંદિરો આવેલા છે જેમાં કેટલાક કૃષ્ણ ભગવાન ના મંદિરો પણ આવેલાં છે. આજે જન્માષ્ટમી પર્વને લઈને અંબાજીના રાધા કૃષ્ણ મંદિર ખાતે વહેલી સવારથી ભક્તો દર્શન કરવા આવ્યા હતા અને આ મંદિર પર વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા રાધા કૃષ્ણ મંદિર ખાતે ભગવાનની પૂજા અર્ચના કર્યા બાદ આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ અંબાજી ના માર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.
આજે આખું માં અંબાનુ ધામ કૃષ્ણમય બની ગયું હતું. જગ્યા જગ્યા પર મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો અને નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલકી ના નારા સાંભળવા મળ્યા હતા.અંબાજીના વિવિઘ મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો અને અંબાજીના વિવિઘ વિસ્તારોમાં પણ મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. અંદાજે 50 કરતા વધુ મટકી બાંધવામા આવી હતી. અંબાજી હાઇવે માર્ગ પર ભારે ટ્રાફીક જામ થતા પોલીસ દ્વારા ટ્રાફિક હટાવવામાં આવ્યો હતો.
:- ગબ્બર પર્વત પર કૃષ્ણ મંદિર શણગારવામાં આવ્યું :-
ભગવાન કૃષ્ણનું મુંડન વિષે પણ એક દંતકથા છે કે પવિત્ર બાળક ભગવાન કૃષ્ણના વાળ પણ અહીં આ ગબ્બર ટેકરી પર દૂર કરવામાં આવ્યા હતા, તેમના પાલક માતા-પિતા નંદ અને યશોદાની હાજરીમાં, જેમણે દેવી અંબાજી અને ભગવાન શિવની પૂજા કરી હતી, તેમની હાજરીમાં વાળ દૂર કરવાના પવિત્ર વિધિ તરીકે.દ્વાપર યુગના સમયગાળા દરમિયાન આ વિધી યોજાઇ હતી.
આ બાબત ની નોંધ અંબાજી મંદિર ના વેબસાઈટ પર ઉપલબ્ધ છે.ગબ્બર કૃષ્ણ મંદિર પર વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી અને ત્યારબાદ ગિરીશ લોધા મહારાજ દ્રારા આરતી કરવામાં આવી હતી.
અંબાજી પ્રહલાદ પૂજારી