Latest

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર દ્વારા વાલી સંમેલનનું ભવ્ય આયોજન કરાયું.

જામનગર: વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ અને શ્રી સરસ્વતી વિદ્યા સેવા મંડળ સંચાલિત શ્રી સરસ્વતી શિશુમંદિર વિદ્યાલયના સંયુકત ઉપક્રમે વિભાપર ખાતે વાલી સંમેલન યોજાયું હતું.

આ વાલી સંમેલન દરમ્યાન નાગાલેન્ડ પ્રાંતના સંગઠન મંત્રી પંકજ સિંહાજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમને 40 વર્ષના શિક્ષણના અનુભવો નાગાલેન્ડ પ્રાંતની વર્તમાન સ્થિતિ અને તેની વચ્ચે વિદ્યા ભારતીના કાર્ય સંદર્ભે માહિતગાર કર્યા હતા.

તેમને ગુજરાત ના લોકો ને નાગાલેન્ડ પ્રાંત આવવા અને તેમની શિક્ષણ વ્યવસ્થાથી પરિચિત થવા માટે આવાહન કર્યું. તો બીજી તરફ સ્કૂલના શિક્ષક ગણ દ્વારા સ્કૂલના પ્રાંગણને સુંદર શણગાર અને સ્કૂલના બાળકો દ્વારા ભવ્ય ગાન રજૂ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં વિદ્યાલયના ટ્રસ્ટીઓ, વ્યવસ્થાપકો, આચાર્યો, સંઘ, રાષ્ટ્રીય સેવિકા સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ, ભારત વિકાસ પરિષદ, અખિલ ભારતીય વિધાર્થી પરિષદ તેમજ ગ્રાહક પંચાયતના કાર્યકર્તા તથા ગ્રામજનો તેમજ પત્રકારો જોડાયા હતા. તેમ વિદ્યાલયના પ્રચાર પ્રમુખ હેમાંશુભાઈ પરમાર દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું હતું તો નાગાલેન્ડ થી ઉપસ્થિત પંકજ સિન્હાજી દ્વારા ત્યાંની પરિસ્થિતિ તેમજ લોકોના વિચારોની ગાથા સાથે વક્તવ્ય આપી શિક્ષણ માટેના કાર્યનો ચિતાર રજૂ કર્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *