સાવરકુંડલાના વર્ષોથી લટકતા સવાલ જીઆઈડીસી..
સાવરકુંડલાના ઔદ્યોગિક વિકાસ માટે જીઆઇડીસી ખૂબ જરૂરી છે.
અનેક અધિકારીઓ અને પદાધિકારીઓ આવ્યા અને ગયા પરંતુ જીઆઈડીસીની સુવિધાથી સાવરકુંડલા હજુ પણ વંચિત છે.
સાંપ્રત ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ આ જીઆઇડીસી સુવિધા માટે કમર કસી છે. ત્યારે
જીઆઇડીસી માટે યોગ્ય જમીન અને એ પણ વ્યાજબી ભાવે જો સરકાર દ્વારા ફાળવવામાં આવે તો જ સાવરકુંડલા જીઆઈડીસીનું સ્વપ્ન સાકાર બને
પ્રવર્તમાન જંત્રી દર ૬૦૦૦ તો વાસ્તવિકતા થી અનેક ગણો વધારે છે , GIDC ના ડેવલપમેન્ટ ચાર્જ નો તેમાં વધારો થતા જ સાવરકુંડલાના નાના ઉદ્યોગકારો અહીં પોતાનો ઉદ્યોગ સ્થાપી શકે નહી.
GIDCઆવે તો સાવરકુંડલાનો કાંટા ઉદ્યોગ અને કૃષિ ઓજારોનો ઉદયો ફરીથી સાવરકુંડલાની વૈશ્વિક ઓળખ બની શકે તેમ છે
સાવરકુંડલાના ઔદ્યોગિક વિકાસ માટે સાવરકુંડલા શહેર જીઆઈડીસીની સુવિધા વર્ષોથી ઝંખે છે. અને સાવરકુંડલા જીઆઈડીસી અર્થે ફાળવેલ જમીન સાવરકુંડલા સામા પાદર ગામના સર્વે નંબર ૪૫૨/૧૫૧ જમીનની સૈદ્ધાંતિક મંજૂરી મળેલ છે.
આ સૂચિત ફાળવેલ જમીન ની પ્રવર્તમાન જંત્રી કલેક્ટરશ્રી દ્વારા રૂપિયા ૬૦૦૦ રૂપિયા નિયત કરવામાં આવેલ છે.જો કે આ સૂચિત જમીનની ભૌગોલિક પરિસ્થિતિ જોતાં પ્રથમ દ્રષ્ટિએ આ જમીન ડુંગરાળ ખાડા ટેકરા અને બીલકુલ બિનઉપજાઉ લાગે છે.
ખરેખર આ જમીન સ્થળ અને રેકોર્ડ આધારિત જોવામાં આવે તો જે તે સમયે જંત્રીનોં સર્વે નંબર મુજબનો ભાવ ખૂબજ ઊંચો નિયત કરવામાં આવેલ છે પ્રવર્તમાન જંત્રી દર અમરેલી કલેકટર દ્વારા જણાવ્યા મુજબ ૬૦૦૦ છે જે ખરેખર નાના ઉદ્યોગકારો માટે અસહ્ય છે.૬૦૦૦ તો ઠીક પરંતુ સાવરકુંડલા ના સામાન્ય વિકાસ ને પણ અવરોધરૂપ છે.સાવરકુંડલા કાંટા ઉદ્યોગ માટે જગપ્રસિદ્ધ છે
અને હવે તો કૃષિ ઓજારોના ઉદ્યોગો પણ સાવરકુંડલા ઉદ્યોગકારો વૈશ્વિક લેવલે કાંઠુ કાઢી શકે તેમ છે જો તેને યોગ્ય કિંમતે જીઆઇડીસીની જમીન ફાળવવામાં આવે અને તો આ વ્યવસાય વિદેશી હૂંડિયામણ પણ કમાવી શકે તેમ છે.
સમગ્ર તાલુકાનો આર્થિક વિકાસ થઈ શકે તેમ છે. આમ સમગ્ર તાલુકો આર્થિક અને ઔદ્યોગિક રીતે ઘણો પછાત છે. વળી સાવરકુંડલાના નાના નાના ઉદ્યોગકારો આવી મોટી મસ રકમ ભરી શકે તેવી સ્થિતિમાં પણ હરગીજ સક્ષમ નથી.
આવા સંજોગોમાં આ ઔદ્યોગિક પછાત વિસ્તારમાં ઉદ્યોગોને વેગ આપવા ખાસ કિસ્સા તરીકે (સ્પેશ્યલ કેસ ગણી) તમામ બાબતોનો પુનઃ સર્વે કરાવી અને સ્થળ તપાસણી કરી ભાવમાં નોંધનીય ઘટાડો કરવા વિનંતી કરતી રજૂઆત સાવરકુંડલા ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે. ખાસ તો યોગ્ય ભાવે જીઆઇડીસીની જમીન ફાળવવાનો મુદ્દો સાવરકુંડલાના વિકાસ માટે પ્રાણપ્રશ્રન સમો છે
જો સરકાર દ્વારા આ સંદર્ભે યોગ્ય નિર્ણય લેવામાં આવે તો સાવરકુંડલા જીઆઈડીસી અને સમગ્ર વિસ્તારના વિકાસને નવી એક નવી દિશા મળી શકે છે.અને ભારતીય વૈશ્વિક આર્થિક પ્રગતિને પણ વધુ બળ મળી શકે તેમ છે. આમ પણ વિકાસ માટે ઉદારીકરણના આ યુગમાં સરકારી તંત્ર દ્વારા બાંધછોડ કરવી જરૂરી હોય એ દિશામાં યોગ્ય કરવા સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને ધારદાર અને અસરકારક અને તર્કબદ્ધ રજૂઆત કરી છે.