Latest

ભાવનગર જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ ગારિયાધારમાં ને હોમગાર્ડ પરેડનું નેતૃત્વ પણ ગારીયાધારની મહિલા શક્તિ ના શિરે…

ભાવનગર જિલ્લાં કક્ષાનાં 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ગારિયાધાર ખાતે થવા જઈ રહી છે ત્યારે ભાવનગર અને ગારિયાધારને બેવડું ગૌરવ પ્રાપ્ત થતો અવસર બની રહેશે.

ભાવનગર હોમગાર્ડ યુનિટમાં પ્લાટૂન કમાન્ડર (PC)ની રેન્ક ધરાવતાં ગીતાબેન એસ.ગોહિલ જેઓ વર્ષ 2019 માટે હોમગાર્ડમાં દીર્ધકાલીન સેવા બદલ માન.મુખ્યમંત્રી મેડલથી સન્માનિત છે.

ઉપરાંત તેઓ ગારિયાધાર ખાતે યોજાનાર જિલ્લા કક્ષાનાં કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાં મહિલા હોમગાર્ડ પ્લાટૂન યુનિટનાં આગેવાન રહેશે.કોલેજકાળ દરમ્યાન NCC કેડેટ,રાષ્ટ્રીય કેમ્પ,ઉચ્ચ શિક્ષણ,હોમગાર્ડ યુનિટમાં ક્રમિક બઢતી જેવી અનેક સિદ્ધિઓ હાંસલ કરેલ છે.

તેઓ ગારિયાધાર શહેરનાં જાણીતાં એડવોકેટ,શિક્ષણવિદ્ અને સમાજસેવી જીતેન્દ્રભાઈ વણઝારાનાં ધર્મપત્ની છે.
તેમની આ વિરલ સિદ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન..

રિપોર્ટ મહેશ ગોધાણી ગારિયાધાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 592

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *