એસ.બી.આઇ બેન્કની વડિયા શાખા લેણી રકમ રૂા. ૮,૫૩,૯૮૦/- વસુલવાના દાવામાં કાયદાકીય ગંભીર ક્ષતિઓ હોવાના કારણે મુકદમો હારી ગયા.
રાષ્ટ્રીય અધિકૃત બેંકના વાદી મેનેજરને પછડાટ અપાવતા પ્રતિવાદીના એડવોકેટ શ્રી મેહુલ રાઠોડ
બનાવની હકીકત તે મુજબની છે કે, ગત તા. ૨૦/૩/૨૦૨૩ ના રોજ વડિયા પ્રિન્સીપલ સિવીલ કોર્ટ ખાતે સી.પી.સી. કલમ-૯ મુજબ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા વડિયા શાખાના વાદી બ્રાન્ચ
મેનેજર દ્વારા લોનની લેણી રકમ વસુલવા માટેનો રેગ્યુલર દિવાની મુકદમા નં. ૭/૨૩ થી પ્રતિવાદી જયરાજભાઇ સુરગભાઇ વાળા પાસેથી રકમ રૂા. ૧,૮૭,૭૧૦/- વસુલવા તેમજ દિવાની મુકદમા
નં. ૮/૨૩ પ્રતિવાદી મુકેશભાઇ હરજીભાઇ પડાયા પાસેથી રકમ રૂા. ૨,૭૭,૪૮૪/- તથા રેગ્યુલરમુકદમા નં. ૯૪૨૩ થી પ્રતિવાદી જયંતિભાઇ સોમાભાઇ સોંદરવાનાઓ પાસેથી રકમ રૂા. ૩,૮૮,૭૮૬ – એવી રીતે કુલ ૨કમ મળી રૂા. ૮,૫૩,૯૮૦/- વસુલ મેળવવા વાદી બેંક દ્વારા
દાવાઓ દાખલ કરવામાં આવેલા હતા. તેમજ વાદીએ દાવાઓ રજુ કરવા માટે કુલ ૨૯,૮૫૦/રૂા. કોર્ટ ફી પેટે ચુકવેલા હતા. ત્યારબાદ વડિયાના પ્રિન્સીપાલ સિવીલ જજ સાહેબની કોર્ટમાં સમગ્ર
દાવાઓ ચાલેલા હતા.
તમામ દાવાઓમાં વાદી સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા વડિયા શાખાના મેનેજર દ્વારા દાવાઓદાખલ કરવામાં આવેલા હતા. તેમજ પ્રતિવાદીઓના બચાવ તરફે એડવોકેટ મેહુલ રાઠોડ રોકાયેલા હતા.દાવાના તબક્કે બચાવના એડવોકેટ તરફથી પ્રમાણભુત વાંધા જવાબો રજુ થયેલા હતા. ત્યારબાદ વાદીબેંક દ્વારા દસ્તાવેજો રજુ થતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના મેનેજરની અસરકારક ઉલટ તપાસપ્રતિવાદીઓના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી હતી. જે તમામ દાવાઓમાં વાદી બેંકના મેનેજરને હાલનોદાવો ચલાવવા માટે ઓથોરીટી હોય તેવું વાદી બેંક સાબિત કરી શકેલ ન હતું. તેમજ પાછળથી ઉભા કરાયેલા ઓથોરીટી લેટરો બેંક દ્વારા કોર્ટમાં રજુ કરાયેલા હતા. તેમજ કાયદાકીય સમય મર્યાદા અંગે
પણ ગંભીર ક્ષતિઓ વાદી બેંક દ્વારા સામે આવી હતી.જે સમગ્ર તબક્કે નામદાર કોર્ટે પણ નોંધેલું કે વાદી બેંક ચોખ્ખા હાથે બેંકમાં આવેલ ન હોય
તે મુજબનું અનુમાન કરી કાયદાકીય પ્રસ્થાપિત સિદ્ધાંતોને ધ્યાનમાં રાખી તથા પ્રતિવાદીઓના એડવોકેટ મેહુલ રાઠોડ દ્વારા ધારદાર દલીલો થતા અનેક હાઇકોર્ટોના ચુકાદાઓ રજુ કરતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના
વાદી બ્રાન્ચ મેનેજર દ્વારા લેણી રકમ વસુલવા અંગેના દાવાઓ પ્રિન્સીપલ સિવીલ કોર્ટે નામંજુર કરીતા. ૨/૩/૨૦૨૪ ના રોજ રદ કર્યા હતા.