આજરોજ તારીખ 31 8 2024 ના રોજ દાદાબાપુ ધામ પચ્છમ ભાલના હિમ્મતવાન સેવક શ્રી વિક્રમસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ ગામ ખસતા વાળા જ્યારે પુર પીડિત લોકોને મદદ એ નીકળ્યા હતા એ વખતે બુરાનપુર ગામ પાસે ભોગાવો માંથી છોડેલો પાણી રોડ ઉપર થી ઓવર ટોપિંગ થયું હતું. એ વખતે પીપળી ગામના બે કિશોર જેઓ ને તરતા આવડતું નહોતું તેઓ મોટર સાયકલ લઈ ને રસ્તો પાર કરવા જતા તણાઈ રહ્યા હતા ડૂબી રહ્યા હતા એ જ વખતે વિક્રમસિંહ ત્યાંથી નીકળતા કોઈપણ પ્રકારની જાનની ફરવા કર્યા વગર તેઓ શ્રી તાત્કાલિક અંદર પાણીમાં અંદાજે 300 મીટર ઉડે જઈ અને બંને યુવાનોને બચાવી અને કાંઠે લાવી અને બે યુવાનોની જિંદગી બચાવી દાદા બાપુ ધામ પચ્છમ ભાલ નું સૂત્ર “સેવા પરમો ધર્મ” ને સાર્થક કરી બતાવેલ છે.અનેબહુ સરાહનીહકાર્ય કરેલ છે.