Latest

૫૧ શક્તિપીઠ મહોત્સવ@અંબાજી:બીજો દિવસ

શ્રી ભાદરવી પુનમિયા સંઘ સેવા ટ્રસ્ટ દ્વારા માતાજીની ભવ્ય પાદુકાયાત્રા યોજાઈ:

મણીભદ્ર વીર મહારાજ મંદિર, મગરવાડાના પૂજારીશ્રી વિજયસોમ પુરી મહારાજના આશીર્વાદ અને આશીર્વચન સાથે પરિક્રમાનો શુભારંભ કરાવાયો

શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં બીજા દિવસે શ્રી ભાદરવી પુનમિયા સંઘ સેવા ટ્રસ્ટ દ્વારા માતાજીની ભવ્ય પાદુકા યાત્રા યોજાઈ હતી. આ પ્રસંગે મણીભદ્ર વીર મહારાજ મંદિર, મગરવાડાના પૂજારીશ્રી વિજયસોમ પુરી મહારાજના આશીર્વચન અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ જિલ્લા કલેક્ટરશ્રી વરુણકુમાર બરનવાલની પ્રેરક ઉપસ્થિતિમાં માઈભક્તોએ જય અંબેના જય નાદ સાથે ધર્મમય માહોલમાં ૫૧ શક્તિપીઠ પરિક્રમા પથ પર પ્રયાણ કર્યું હતું.

આ પ્રસંગે પૂજારીશ્રી વિજયસોમ પુરી મહારાજે જણાવ્યું હતું કે, અંબાજી એવું પવિત્ર સ્થળ છે જ્યાં ૫૧ શક્તિઓ બિરાજમાન છે. આપણને એક જ સ્થળે ૫૧ શક્તિપીઠના દર્શનનો લાભ મળે છે. આપણા દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અંબાજીમાં આપણી શ્રદ્ધા અને આસ્થા ને અનુરૂપ ૫૧ શક્તિપીઠનું નિર્માણ કરાવી સૌ માઇ ભક્તો અને  શ્રદ્ધાળુઓને અનેરી ભેટ આપી છે. જે આપણા સૌના માટે ગૌરવની વાત છે. આ અવસરનો લાભ લેવા અને ભક્તોની મનોકામના પૂર્ણ થાય એવા આશીર્વચન આપી મહરાજશ્રીએ યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે ભાદરવી પુનમિયા સંઘ સેવા ટ્રસ્ટ હેઠળ નોંધાયેલા સંઘોના પ્રતિનિધિઓ, વિવિધ ભજન મંડળીઓ, સામાજિક ધાર્મિક સેવાકીય સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓ અને મોટી સંખ્યામાં ગુજરાત ભર માંથી ભાવિક ભક્તો પરિક્રમા માટે ઉમટ્યા હતા.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત અને…

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

1 of 568

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *