વેળાવદર
માધ્યમિક શાળાના ઘણાં લાંબા સમયથી લંબિત પ્રશ્નો માટે સંચાલકોની એક બેઠક અમદાવાદની એપોલો એન્જિનિયરિંગ કોલેજ ખાતે તારીખ 6- 9 -22 ને મંગળવારના રોજ સંચાલકોની બેઠકના ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાં શ્રી પ્રિવદન કોરાટના નેતૃત્વમાં સંપન્ન થઈ.
બેઠકને સંબોધિત કરતાં સૌ સંચાલકોએ માંગ કરીકે શાળાઓમાં જેને માત્ર બે વર્ગ છે તેને ચાર શિક્ષકોનું મહેકમ મંજુર કરવામાં આવે. ઘણાં વર્ષોથી ગ્રંથપાલ અને પ્રયોગશાળાના શિક્ષકો વગેરે જગ્યાઓ ભરવામાં આવતી નથી.તો તે જગ્યાઓની તાત્કાલિક ભરતી થાય. આચાર્યની જગ્યા સંચાલક મંડળને ભરવા માટે છૂટ આપવામાં આવે. પરિણામ આધારિત ગ્રાન્ટ અને સરાસરી સંખ્યાના વિવિધ પ્રકારની અડચણોને દુર કરી શાળા સરસ રીતે ચાલે તે માટે બધી જ સમસ્યાઓ હકારાત્મક ઉકેલાય.સૌ તે માટે પ્રયત્નશીલ થાય તેવી પણ માંગ કરવામાં આવી.
આ બેઠકમાં સંચાલક સીટના બોર્ડ સભ્ય શ્રી પ્રિયવદન કોરાટ ઉપરાંત સુરતના જગદીશ ચાવડા શ્રી મનુભાઈ રાવલ શ્રી આર.ડી.પટેલ વગેરે આગેવાનો ઉપસ્થિત હતાં. સંચાલકોએ પોતાની માંગ માટે એક સંકલન સમિતિની રચના કરીને કાયમી પોતાના પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે સરકારશ્રીમાં સમયાંતરે રજૂઆત કરવા પણ ઠરાવવામાં આવ્યું. સરકાર દ્વારા વિવિધ પ્રશ્નોને એક યા બીજી રીતે ઉકેલવાને બદલે ગુચવણીના થયેલાં પ્રયાસોને અયોગ્ય ગણાવ્યા.સમગ્ર રાજ્યમાંથી સંચાલક મંડળના પ્રતિનિધિઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત હતાં.