એબીએનએસ પાટણ: પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષકના આદેશ અનુસાર શંખેશ્વર પોલીસ દ્વારા લોકોને ટ્રાફિકના નિયમો થી અવગત કરાયા હતાં તેમજ વાહન ચાલકોને પેમ્પલેટ આપી ટ્રાફિક ના નિયમો વિશે સમજણ આપવામાં આવી હતી.
જિલ્લામા પોલીસ વડાના આદેશ અનુસાર શંખેશ્વર ખાતે પોલીસ સ્ટાફ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોથી અવગત કરાવ્યા હતાં. તેમજ વાહન ચાલકોને હેલ્મેટ ફરજિયાત પહેરવા અને ટ્રાફિક નિયમોનું પાલન કેમ કરવું વગેરે માર્ગદર્શન આપી પેમ્પલેટ આપી સમજ અપાઈ હતી.
વાહન ચાલકોને પોલીસ દ્વારા હેલ્મેટ પહેરાવી તેમજ ટ્રાફિકને લગતા નિયમોનું પેમ્પલેટ આપી વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કેમ કરવું વગેરે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહત્વનું છે કે લોકો નિયમોનું પાલન કરતા નથી ત્યારે રોડ રસ્તા પર અવારનવાર ઓવર સ્પીડ થી લઈને અનેક નિયમોના ભંગ કરી ચાલતા વાહન ચાલકો ના હાથે અકસ્માત થતા હોય છે અને નિર્દોસ લોકો જીવ પણ ગુમાવતા હોય છે. ત્યારે હવે જિલ્લા પોલીસ સતર્ક બની છે અને દરેક જગ્યાએ પોલીસ પોતાની ફરજ બજાવતી હોય છે અને લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું સમજાવતી હોય છે
જેમાં હેલ્મેટ પહેરવો સીટબેલ્ટ નો ઉપયોગ કરવો રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ ના કરવું વાહન ચલાવતી વખતે ફોન નો ઉપયોગ ન કરવો રસ્તા પર વાહનો ખોટી રીતે પાર્કિંગ ન કરવા પરમિટ જેટલા પેસેન્જર ભરવા દરેક વાહનોમાં વીમો ઉતરાવો અનિવાર્ય હોય છે વીમા વગર વાહન ચલાવવું નહીં કોઈ પણ પ્રકારનો નશો કરી વાહન ચલાવવું નહીં જેવા નિયમોનું સમજણ આપતી પત્રિકાઓ શંખેશ્વર એસઆઈ પ્રવીણસિંહ અમૃતજી તેમજ તેમના સ્ટાફ સાથે વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરીએ તેમજ અન્યની જિંદગી બચાવીએ તેવા સૂત્રો સાથે શંખેશ્વર પોલીસ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિક નિયમોથી અવગત કરાવવામાં આવ્યા હતા.