Latest

શિક્ષણ સમિતિ બાદ કિયોસ્ક બોર્ડ હોર્ડિંગ કૌભાંડ ભાજપના રાજમાં રોજબરોજ કૌભાંડ ખુલવાનો અને ભ્રષ્ટ્રાચાર થઇ રહ્યો છે – મહેશ રાજપુત

આ કૌભાંડમાં ભાજપના કયા મહામંત્રીની ભૂમિકા છે અને ભાગીદારી છે ? – મહેશ રાજપુત

મુખ્યમંત્રી અને સી.આર.પાટીલ કહે છે કે ભ્રષ્ટાચાર ગુજરાતમાં ક્યાય ચલાવી નહી લઈએ, તમે શું આમાં pppમાં કામ સોંપી ભ્રષ્ટાચાર થવા દેશો કે નવા ટેન્ડર બહાર પડશો ?

કાલાવડ રોડ પર કિશાનપરા ચોક થી ડોમિનોઝ પીઝા સુધી તેમજ આત્મીય કોલેજથી એ.જી.ચોક સુધી ૧૦૮ જેટલા બોર્ડનો કોન્ટ્રાકટ ૫ લાખમાં મેળવ્યો હતો, મુદ્દત પૂર્ણ છતાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં ન આવી. – મહેશ રાજપુત

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સૌરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ મહેશભાઈ રાજપુતની યાદીમાં જણાવ્યું છે કે ભ્રષ્ટાચારથી ખદબદી રહેલ રાજકોટમાં મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ બાદ જાહેરાતના કિયોસ્ક બોર્ડનું કૌભાંડ સામે આવ્યું છે

ત્યારે ભ્રષ્ટ ભાજપ સરકારના રાજમાં રાજકોટ શહેરમાં કિશાનપરા ચોક થી ડોમિનોઝ પીઝા સુધી અને આત્મીય કોલેજથી એ.જી.ચોક સુધી ૧૦૮ જેટલા જાહેરાત પ્રદર્શિત કરતા કિયોસ્ક બોર્ડ રાજકોટ મહાનગરપાલિકાએ ppp ધોરણે ફક્ત રૂ.૫ લાખમાં આપી દીધેલ હતા હવે જયારે મુદ્દત પૂર્ણ થઇ છે ત્યારે ભાજપના શાસકો દ્વારા જૂની શરતે કોન્ટ્રાકટ આપવા ગતિવિધિઓ ચક્રમાન કરી છે

ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની તિજોરીને રૂ.૩.૫૦ કરોડ જેવી નુકશાની ભોગવવી પડે તેવી અરજીઓ થઇ છે અને મીડિયામાં પ્રકાશિત થયું છે ત્યારે આ કિયોસ્ક બોર્ડ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી પારદર્શક કામગીરી કરવી જોઈએ અને સ્પર્ધાત્મક ભાવો આવે તેથી રાજકોટ મહાનગરપાલિકાની તિજોરીમાં આવક થાય

અને કોઈ ભાજપના મળતિયાઓને જાકારો આપવામાં આવે તેમજ આ ભ્રષ્ટાચારમાં ભાજપના કયા મહામંત્રીની ભૂમિકા છે અને ભાગીદારી છે ? તેવો મહેશ રાજપુતે સવાલ કર્યો છે તેમજ મુખ્યમંત્રીશ્રી અને સી.આર.પાટીલ કહે છે કે ગુજરાતમાં ક્યાય ભ્રષ્ટાચાર ચલાવી નહી લઈએ ત્યારે આ પ્રક્સ્રણમાં તમે શું આમાં pppમાં કામ સોંપી ભ્રષ્ટાચાર થવા દેશો કે નવા ટેન્ડર બહાર પડશો ? તેનો ખુલાસો કરવા પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મહેશભાઈ રાજપુતે માંગ કરી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *