શિવાલિક આરોગ્યધામ ભાવનગરમાં શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના સહયોગથી નિશુલ્ક આંખના નિદાન અને મોતિયાના ઓપરેશન યોજાયોશહેરમાં શીવાલીક આરોગ્યધામમાં અનેકવિધ સેવાઓની યોજનાની સાથે સાથે હવે દર મહિનાની છઠ્ઠી તારીખે નેત્રમણી નેત્ર યજ્ઞમાં આંખોની તપાસ અને મોતિયાના ઓપરેશન નિઃ શુલ્ક કરી આપવામાં આવે છે માત્ર એક વર્ષમાં શિવાલિક આરોગ્યધામની ઉત્તમ- શ્રેષ્ઠ સારવાર અને સસ્તા દરથી ભાવનગર બોટાદ જિલ્લામાં ઘરે ઘરે સેવાની સુવાસ પહોંચતી થઈ છે કેમ્પની ખાસ વિશેષતામાં અત્યાધુનિક ઉનાળાની સિઝનમાં કોલ્ડ (ઠંડા) ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ ( નેત્રમણી) સાથે વિનામૂલ્ય ઓપરેશન કરી આપવામાં આવે છે
દર્દીને શીવાલીક આરોગ્યધામમાં તપાસ કરી જરૂર પડે બસ દ્વારા રાજકોટ ઓપરેશન કરાવી પરત બસ દ્વારા મૂકી જવાની પણ વ્યવસ્થા કરી આપવામાં આવે છે દર્દી નારાયણને રહેવા જમવા શુદ્ધ ઘીનો શીરો ચા પાણી નાસ્તો ચશ્મા દવા ટીપા તથા ધાબળા મફતમાં આપવામાં આવે છે તેમજ શિવાલિક આરોગ્યધામમાં પીએમ જે એ વાય યોજના અંતર્ગત ગાયનેક વિભાગ, બાળ રોગ વિભાગ,તેમજ જનરલ સર્જરી વિભાગમાં મફત ચાર વાર કરી આપવામાં આવે છે
હોસ્પિટલના આ કેમ્પમાં કુલ ૫૫ દર્દીઓએ ભાગ લીધો હતો અને તેમાંથી 25 દર્દીને ઓપરેશન માટેની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી તો આવનારી છઠ્ઠી તારીખે જે દર્દીઓ આ સેવાનો લાભ લેવા ઇચ્છતા હોય તે હોસ્પિટલના ન. 9031 101 101 નંબર પર રજીસ્ટ્રેશન કરાવી દેવું
રીપોર્ટ નિલેષ ઢીલા