શિક્ષણ સાથે સંસ્કારનું ઘડતર કરતી સંસ્થા એટલે વલ્લભી વિદ્યાપીઠ કેરીયા ઢાળ
બોટાદ જિલ્લામાં સર્વ પ્રથમ વખત સમર કેમ્પનું આયોજન કરી વિદ્યાર્થીઓને ભણતર સાથે સંસ્કારનું સિંચન કરવા માટે સમર કેમ્પ યોજાયો
બોટાદના કેરીયા -2 ઢાળ નિલકંઠ વિદ્યાપીઠ-તળાજા સંચાલિત શ્રી વલ્લભી વિદ્યાપીઠ (અમદાવાદ-ભાવનગર હાઈવે, કેરીયા ઢાળ-૨,તા.જી.બોટાદ) દ્વારા આયોજિત સમર કેમ્પમાં રોજે ૧૫૦૦ થી વધુની સંખ્યામાં બાળકો ભાગ લઈ રહિયા છે
સમર કેમ્પ દરમિયાન આજરોજ બાળકોને કુંડળ ગામ ખાતે સ્વામી નારાયણ ધામ અને શ્રી કુંડલેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા શૈક્ષણિક ક્ષેત્રે અને આરોગ્ય ક્ષેત્રે બહોળી નામના ધરાવતા અને નિલકંઠ વિદ્યાપીઠ તળાજા, વલ્લભી વિદ્યાપીઠ કેરીયા ઢાળ, નિલકંઠ આરોગ્ય ધામ તળાજા, શિવાલિક આરોગ્ય ધામ ભાવનગર,ન્યુ એડવાન્સ હોસ્પિટલ ભાવનગર સહિતની સંસ્થાઓના સંચાલક ડૉ.દલપતભાઈ કાતરીયા અને સહ સંચાલક નિલેષભાઈ ઢીલા, હિતેશભાઈ જાદવ દ્વારા વલ્લભી વિદ્યાપીઠ કેરીયા ઢાળ ખાતે બોટાદ જિલ્લામાં વિદ્યાર્થીઓ માટે સર્વ પ્રથમવાર ભવ્ય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
તેમના દ્વારા બાળકોને કુંડળધામની મુલાકાત કરાવી હતી તે દરમિયાન કુંડળધામ સ્થિત સ્વામિનારાયણ સંસ્થાના શ્રી કોઠારી સ્વામી તથા તમામ સંતો ઉપસ્થિત રહ્યા હતા
ડૉ.દલપતભાઈ કાતરીયા દ્વારા વિદ્યાર્થી બાળકોને શિક્ષણ સાથે જીવન ઘડતર માટે પ્રવચન આપતા જણાવ્યું હતુ કે હાલના સમયમાં વિદ્યાર્થીઓ પશ્ર્ચિમી સંસ્કૃતિનુ આંધળુ અનુકરણ કરી રહ્યા છે અને આધુનિકતાની આડમાં ધકેલાઈ રહ્યા છે,ત્યારે ભારતના ભવ્ય અને ભાતીગળ વારસો અપનાવી ભારતીય સંસ્કૃતિ અનુસરવા સૂચન કર્યું હતુ
વિદ્યાર્થી જ્ઞાનની સાથે શિસ્ત અને સંસ્કારની બાબતોનો ખ્યાલ રાખે તે ખૂબ જરૂરી છે ઉપરાંત મહંત સ્વામીએ ધર્મ સત્સંગ અને શાબ્દિક ઉદબોધન કર્યું હતુ બાળકોએ ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યા અને પ્રકૃતિની ગોદમાં જ્ઞાન અને આનંદ મેળવ્યો હતો
આ કાર્યક્રમમાં રૈવતસિંહ સરવૈયા સંચાલક નીલકંઠ વિદ્યાપીઠ તળાજાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા વલ્લભી વિદ્યાપીઠ દ્વારા આયજિત સમર કેમ્પમાં વિદ્યાર્થી બાળકો ખુબ મોટી સંખ્યામાં જોડાયા હતા
જેમાં દરરોજ અલગ-અલગ પ્રવૃત્તિઓ,દરરોજ અલગ-અલગ નાસ્તો,રમત-ગમત, કલાકારો દ્વારા આનંદ,ફોટોગ્રાફી અને કલાને ઉજાગર કરતું મંચ બાળકોને પગથિયાં ચડાવતી બોટાદ જિલ્લાની સૌથી અગ્રેસર અને અપગ્રેડ શાળા એટલે વલ્લભી વિદ્યાપીઠ… (વિદ્યાર્થીઓ માટે પ્રવેશ કાર્ય શરું છે વલ્લભી વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવવા માટે વાલીઓએ તેમજ બાળકોએ શાળાની રૂબરૂ મુલાકાત કરવી પણ ખુબ જરૂરી છે વલ્લભી વિદ્યાપીઠ મો.7283835454
સમર કેમ્પને સફળ બનાવવા નિલકંઠ વિદ્યાપીઠ તળાજા અને વલ્લભી વિદ્યાપીઠના તમામ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી