આજના દિવસે શાળા નું સમગ્ર સંચાલન વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો દ્વારા કરવામાં આવ્યું.
સવારની પ્રાર્થના થી શરૂ થયેલા આજના કાર્યક્રમ માં દિવસ દરમ્યાન નું શૈક્ષણિક કાર્ય સ્વયમ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું અને ખુબ સરસ તૈયારી સાથે દરેક શિક્ષકો એ પોતાના વિષય ના પાઠ ભણાવ્યા અને સમગ્ર દિવસ દરમ્યાન લેવાયેલ તાસ નું નિરીક્ષણ કરી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એમ બંને માંથી એક થી ત્રણ નંબર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.અને દરેક ને ભાગ લેવા બદલ પ્રમાણપત્ર આપવામાં આવ્યું.
આજના દિવસે આચાર્ય તરીકે વિદ્યાર્થિની કુ.શ્રુતિ મેલગિયા અને સુપરવાઇજર ની સેવા મેણીયા ખ્યાતિ એ ફરજ બજાવી હતી.
આજના દિવસ ના સમાપન પ્રસંગે વલભીપુર ના કેળવણીકાર એવા મમતાબેન ચૌહાણ એ હાજરી આપી આ પ્રસંગ ની શોભા વધારી અને જીવન માં શિક્ષણ અને શિક્ષક ના મહત્વ વિશે ની વાત સમજાવી દરેક ને ખુબ આગળ વધવા પ્રોત્સાહન આપ્યું અને ઉત્તમ નાગરિક બનવા ની પ્રેરણા આપી અને જ્યાં પણ જરૂર પડે ત્યાં હું તમારી સાથે છું એવો વિશ્વાસ આપ્યો.
સમગ્ર આયોજન શાળા ના આચાર્ય શ્રી ડૉ. હિતેન્દ્રસિંહ કે ગોહિલ ના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો
અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર