Latest

“ઘોડા અને સિંહ પરના છપાકરા”ના રચયિતા ભાવનગરના રાજકવિશ્રી બળદેવભાઈ નારેલાને માંગલશક્તિ એવોર્ડ એનાયત

પૂજ્ય મોરારિબાપુના હસ્તે તેમના વારસદારોને એવોર્ડ એનાયત કરાયો

“ચીલોવડ શક્તિ તણો ચારણ ચૂકી જાત, જનમી નો’ત જો જગતમાં મઢડે સોનલમાત” આવા માતાજીના અનેક દુહાઓની રચના કરી

રાજકવિશ્રી બળદેવભાઈના પિતામહશ્રી અને દાદાશ્રીના સાહિત્ય ક્ષેત્રે અદભુત પ્રદાનને એકત્ર કરીને ૧૯૭૩ માં “પિંગળવાણી” સ્વરૂપે તૈયાર કર્યું હતું

“ઘોડા અને સિંહ પરના છપાકરા”ના રચયિતા ભાવનગરના રાજકવિશ્રી બળદેવભાઈ નારેલાને માંગલશક્તિ એવોર્ડ મોગલધામ ભાગુડા ખાતે એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ પૂજ્ય મોરારિબાપુના હસ્તે તેમના વારસદારોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

“ચીલોવડ શક્તિ તણો ચારણ ચૂકી જાત, જનમી નો’ત જો જગતમાં મઢડે સોનલમાત” આવા માતાજીના અનેક દુહાઓની રચના રાજકવિશ્રી બળદેવભાઈ હરદાનભાઈ નારેલાએ કરી છે જે હાલમાં સાહિત્યકારો દ્વારા ડાયરામાં બોલવામાં આવે છે.

શ્રી બળદેવભાઈના સાહિત્યક્ષેત્રના ખાસ પ્રદાનને ધ્યાને લઈને માંગલશક્તિ એવોર્ડ અર્પણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત તેમના પિતામહશ્રી પાતાભાઇ નારેલા અને દાદાશ્રી પિંગળશીભાઇ નારેલા વગેરેનું પણ સાહિત્ય ક્ષેત્રે અદભુત પ્રદાન રહ્યું છે.

તેઓનું સાહિત્ય આજે પણ ખૂબ જ લોકભોગ્ય છે. શ્રી બળદેવભાઈએ તેઓનું સાહિત્ય એકત્ર કરીને અથાગ પ્રયત્નો કરીને “પિંગળવાણી” સ્વરૂપે ૧૯૭૩ માં તૈયાર કર્યું હતું. શ્રી બળદેવભાઈ ૧૯૬૫ ના વર્ષથી આજીવન રાજ્યકવિપદ સાંભળેલ છે.

શ્રી બળદેવભાઈ ઉપર આઈ શ્રી સોનબાઈ માતાજીની અસીમ કૃપયા હતી જેથી માતાજીની અનેક રચનાઓ એમણે બનાવેલ છે.

આ ઉપરાંત રાજકવિશ્રી બળદેવભાઈ નારેલાએ નદી, દુષ્કાળ અને દેશભક્તિના પણ અનેક છપાકરા લખેલ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત અને…

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

1 of 568

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *