Latest

જામનગર એસપીએ નિવૃત કર્મીઓને સન્માન સાથે વિદાય આપી તો સ્વર્ગસ્થ કર્મીની પત્નીને 5 લાખની સહાયનો ચેક અર્પણ કર્યો.

જામનગર: ગુજરાત પોલીસમાં શહેર પ્રત્યે પોતાની આગવી ફરજ પૂર્ણ કરી નિવૃત્તિ લેતા પોલીસ કર્મીઓ એ એએસઆઈ અનિરુદ્ધસિંહ ભીખુભા જાડેજા, એસ.ઓ.જી. અને એએસઆઈ હસમુખભાઈ ઘેલાભાઈ શ્રીમાળી, પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટેશન જામનગર નિવૃત થતા તેમને જામનગર એસપી પ્રેમસુખ ડેલું દ્વારા મોમેન્ટો અને સન્માન પત્ર અર્પણ કરી વિદાય આપી હતી. અમદાવાદ ઝોન 7 ખાતે અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી બાહોશ અધિકારીની ભૂમિકા ભજવનાર પ્રેમસુખ ડેલું જ્યાં હોય ત્યાં પોલીસ સ્ટાફ પ્રત્યે પણ તેમના સુખ દુઃખની જવાબદારી નિભાવવાનું કાર્ય પૂર્ણ રીતે બેખૂબી નિભાવે છે.

બીજી તરફ ચાલુ ફરજ દરમ્યાન અતુલભાઇ વિનોદરાય અકલેશ્વરીયાનું અવસાન થતા એક્સીસ બેંક દ્વારા ચાલતી સ્કીમ હેઠળ પાવર સેલ્યુટ સેલેરી પેકેજ ફોર પોલીસ મુજબ વિભાગના કર્મચારી સ્વ. અતુલભાઇ પત્નિ ને રૂ. 5 લાખની સહાયનો ચેક એસપી પ્રેમસુખ ડેલુંએ કલ્સટર મેનેજર માનવ વેદ તથા અક્ષય ગધેથરીયાની હાજરીમાં અર્પણ કર્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને…

પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ

રાધનપુર. અનિલ રામાનુજ. એબીએનએસ : પાટણવાસીઓ વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી…

1 of 607

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *