Latest

શ્રી રાપરીયા યુવા સંગઠન દ્વારા નિ:શુલ્ક ચોપડા વિતરણ અને સન્માન સમારોહ યોજાયો.

રાધનપુર. અનિલ રામાનુજ, એબીએનએસ : પાટણ જીલ્લાના રાધનપુર ખાતે મહેસાણા હાઇવે પર આવેલ વઢિયાર વિભાગ રામાનંદી સાધુ સાધુ સમાજ શ્રી રાપરીયા હનુમાનજી મંદિરે શ્રી રાપરીયા યુવા સંગઠન દ્રારા રાધનપુર હનુમાનજીના મંદિર ખાતે નિ:શુલ્ક ચોપડા વિતરણ અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.

શ્રી રાપરીયા યુવા સંગઠન આયોજિત નિઃશુલ્ક ચોપડા વિતરણ અને સન્માન સમારોહ કાર્યક્રમની શુભ શરૂઆત સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય અને હનુમાન ચાલીસા કરી કરવામાં આવી હતી. કાર્યક્રમ અંતર્ગત નિવૃત કર્મચારીઓ અને સરકારી ક્ષેત્રે નોકરી મેળવેલ કર્મચારીઓનુ કાર્યક્રમ અંતર્ગત સ્વાગત કરાયું હતું.

રાધનપુર ખાતે શ્રી રાપરીયા યુવા સંગઠન દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ નૉ સન્માન સમારંભ તથા ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધો.3 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને અભ્યાસ ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા.અને ધો.3થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને અભ્યાસ ચોપડા સહીત પ્રતિભાશાળી બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ ધો.3થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ કે જેઓ 1થી 3 નંબર મેળવેલ હોય તેવા પ્રતિભાશાળી બાળકોનું શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ અંતર્ગત છેલ્લા 3 વર્ષમાં સરકારી ક્ષેત્રમાં નોકરી મેળવેલ હોય તેમજ છેલ્લા ત્રણ વર્ષમાં નિવૃત થયેલ સરકારી કર્મચારીઓનું શ્રી રાપરીયા યુવા સંગઠન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં રાજ્ય કક્ષાએ મેડલ મેળવેલ હોય તેવા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

તેમજ જિલ્લા કક્ષાએ 1 થી 3 નંબર મેળવેલ હોય તેવા તેજસ્વી તારલાઓનુ સન્માન કરવામાં આવ્યું હતું.શ્રી રાપરીયા યુવા સંગઠન દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ નૉ સન્માન સમારંભ તથા ચોપડા વિતરણ કાર્યક્રમ અંતર્ગત વઢિયાર વિભાગ રામાનંદી સાધુ સમાજના આગેવાનો, વિદ્યાર્થીઓ વાલીગણ મોટી સંખ્યામાં જોડાયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી, બગસરા, બાબરા બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ

ગ્રામીણ સ્વસહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત હસ્તકલા અને ચીજવસ્તુઓના વેચાણ માટે…

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રક્ષામંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમમાં પૂર્વી…

1 of 145

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *