ગઢડા ડેપો દ્વારા 25 દિવસ પેલા ઉમરાળા તાલુકાના વડોદ ગામે નાઈટ રહેતી બસ ચાલુ કરવામાં આવેલ આ બસને જાણે એક આતરિયો તાવ આવ્યો હોય એની જેમ એક દિવસ ચાલુ એક દિવસ બંધ કરી દે છે આ બસનો લાભ જામનગર રાજકોટ તરફ જવા વાળા પેસેન્જરને સારા પ્રમાણે લાભ મળે છે
પણના જાણે આ રૂટની બસને જ કેમ ડેપો મેનેજર દ્વારા ઓરમાયું વર્તન કરાય છે અને સતાનો દૂર ઉપયોગ કરી બસ શરૂ બંધ કરી દે છે જો આવુને આવુ કરવામાં આવશે તો આવનારા દિવસોમાં વડોદ સહિતના ગામોના લોકો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવામાં આવશે તેવી ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી ગઢડા ડેપો મેનેજરને અવાર નવાર સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ કરવામાં આવી ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા જણાવ્યા અનુસાર આ તંત્રના જાડી ચામડીના અધિકારીઓના પેટનુ પાણી પણ હલતું નથી
આ બસથી ઉમરાળા તાલુકાના 10થી 12 ગામના લોકોને લાભ મળે છે આ બસ વડોદ થી સવારે 5:15 કલાકે ઉપડે ત્યારે ગઢડા આ બસ 5:45 પહોંચે ત્યારે બીજી બે બસનું ક્રોસિંગ થાય 1 ગઢડા જામનગર 5:45 કલાકે ઉપડે આ બસમાં અહીંયાના લોકો રાજકોટ જામનગર જવાનો લાભ ઉમરાળા તાલુકાના વડોદ, દડવા,અલ્મપર,રામણકા, લાખણકા,ચભાડીયા,ખોપાળા,બોચડવા,અડતાળા સહિતના ગામોના લોકો રાજકોટ જામનગર જવા માટે આ બસનો વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે(2) ગઢડા ગારિયાધાર બસ 5:45 ઉપડે એનો લાભ પણ મળે ઢસા ગારિયાધાર જવા વાળા લોકો દ્વારા વધારે માંગ કરવામાં આવી
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા