ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ગુજરાતના ૬૫મા સ્થાપના દિવસ નિમિત્તે શહેરના ઘ-૫ સર્કલ ખાતે આવેલ રવિશંકર મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મેયર મીરાબેન પટેલ દ્વારા રવિશંકર મહારાજની પ્રતિમાને સૂતરની આંટી તેમજ પુષ્પ કરી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ કાર્યક્રમમાં માન. મેયર ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ, મ્યુ. કમિશનર જે. એન. વાઘેલા, કાઉન્સિલરઓ, નાયબ મ્યુ. કમિશનરઓ તેમજ અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા પ્રતિમાને પુષ્પ અર્પણ કરી તેમના ગુજરાત માટેના સમર્પણને યાદ કરી તેમણે શ્રદ્ધાંજલિ અર્પી હતી.