Latest

11 માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના દુઃખદ અવસાને પરિવારને સાંત્વના પાઠવવા શિક્ષણ મંત્રી ખુદ પહોંચ્યા

સુરત: સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા શિવઃપ્લાઝા હાઈટ્સમાં રહેતા શ્રી વિપુલભાઈ ગાંગાણીના ધો.૧૧ માં અભ્યાસ કરતા પુત્ર ઓમનું દુઃખદ અવસાન થતા રાજ્યના શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના પ્રજાવત્સલ ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેરીયા દુઃખી પરિવારને સ્વજાતે મળ્યા હતાં અને સાંત્વના આપી હતી.

રાજ્ય શિક્ષણ મંત્રી સાથે જિલ્લાના શિક્ષણાધિકારીશ્રી ડી.આર. દરજી અને ડો. લતિકાબેન શાહ એમડી પેથોલોજીસ્ટ તેમજ એસીપી વિપુલભાઈ પટેલ તેમજ ભાજપ વોર્ડ નં 3 ના કાર્યકર્તા હાજર રહ્યા હતા.

રાજ્ય શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ યુવા વયના વિદ્યાર્થીઓ આવા પગલાં ના ભરે તે માટે વિદ્યાર્થીઓ સકારાત્મક ઊર્જા સાથે નિર્ભય રીતે પરીક્ષા આપે એવા વાતાવરણનું સર્જન થાય તેવી વ્યવસ્થા માટે શિક્ષણ અધિકારીને સૂચવ્યું હતું અને દીકરા ઓમના દુઃખદ અવસાનના આ સામાજિક પ્રશ્નને ગંભીરતા થી લઈ સમાજમાં બની રહેલા આવા વિદ્યાર્થીઓના બાબતમાં ‘સ્પેશિયલ સ્ટડી કેસ’ તૈયાર કરી, આ સ્ટડી કેસનો અભ્યાસ કરી આવનારા સમયમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ થશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ની થીમ સાથે યોજાઈ ભવ્ય ‘તિરંગા પદયાત્રા’

દોઢ કિલોમીટરની તિરંગા યાત્રામાં દેશભક્તિ સાથે જોવા મળી ‘ઓપરેશન સિંદૂર’ની શક્તિ…

1 of 614

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *