Latest

ધોરણ 10ના પરિણામમાં સમગ્ર રાજ્યમાં બોટાદ જિલ્લાનો ડંકો: કુલ 73.39 ટકા પરિણામ સાથે રાજ્યમાં ત્રીજા ક્રમે બોટાદ જિલ્લો

બોટાદ જિલ્લાની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓએ મારી બાજી: બે સરકારી શાળાનું 100 ટકા પરિણામ

જિલ્લાના કુલ 8103 વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા: 78 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ, 576 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ અને 1195 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું કુલ 64.62 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. કુલ 73.39 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં બોટાદ જિલ્લો ત્રીજા ક્રમે રહ્યો છે.

આ અવસરે બોટાદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી વિક્રમસિંહ પરમારે જણાવ્યું હતું કે, “જિલ્લાના કુલ 8103 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી, જેમાંથી 78 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ, 576 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ અને 1195 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે. જ્યારે 1665 વિદ્યાર્થીઓને B2 ગ્રેડ, 1688 વિદ્યાર્થીઓને C1 ગ્રેડ પ્રાપ્ત થયો છે.” જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ પરીક્ષામાં ઉતીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે ધોરણ 10ના પરિણામમાં જિલ્લાની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓએ બાજી મારી છે. જિલ્લાની બે સરકારી શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે.

ભીમડાદ સરકારી માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પરમાર ભૂમિકા 99.53 પીઆર અને 91.83 ટકા સાથે A1 ગ્રેડમાં ઉતીર્ણ થઈ છે. પરમાર ભૂમિકાને ગણિત વિષયમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત થયા છે. આમ, ધોરણ 10ના પરિણામમાં સરકારી શાળાઓના વિદ્યાર્થીઓએ ઉચ્ચત્તમ પ્રદર્શન કર્યું છે.

રિપોર્ટ જયરાજ ડવ બોટાદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે ખેડૂતોનો પ્રેરણા પ્રવાસ યોજાયો

બનાસકાંઠા, સંજીવ રાજપૂત: પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક…

રાજ્યપાલના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, ઉના અને સહજાનંદ ધામનું ભૂમિપૂજન તેમજ શિલાન્યાસ કરાયું

ગીર સોમનાથ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગીર-સોમનાથ જિલ્લાના ઉના…

અત્યંત જટીલ સર્વાઇકલ સ્પાઇન સર્જરી સફળતાપૂર્ણ પૂર્ણ કરી દર્દીને નવજીવન બક્ષતા સ્પાઇન સર્જન ડૉ. જે.વી. મોદી

વિસનગર, સંજીવ રાજપૂત: અડેરણ તા. દાંતા ના વતની 60 વર્ષીય પ્રવીણભાઈ બાબુલાલ મોદીને…

1 of 557

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *