“કળિયુગમાં અને વિજ્ઞાન ના યુગ માં અઢળક પ્રમાણ આપીને દાદા એ પોતાની મોજુદગી ના અનેક પ્રમાણ આપ્યા ”
ભોળાદ દાદા ના સાનિધ્ય માં આ પાટોત્સવ માં હજારો ભાવીભક્તો ઉમટશે :
શ્રી સુરાપુરા ધામ ભોળાદ (ભાલ) ખાતે દાદાનો તારીખ : ૬/૦૪/૨૩ ને ચૈત્ર સુદ પૂનમ ના રોજ સાતમા પાટોત્સવ નું ભવ્ય આયોજન કરેલ છે જેનો ખુબ અનોખો ઈતિહાસ પણ મળે છે. અને હાલ ઘણા લાંબા સમય થી ભાવિભકતો મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને દાદાના સાનિધ્યમાં આવેલા ભક્તોની મનોકામનાઓ પણ પૂર્ણ થતી હોય તેવા પણ ખુબ દાખલાઓ જોવા મળી રહ્યા છે
જે સુરાપુરા દાદાના ઇતિહાસમાં ડોકિયું કરીએ તો આજે ગામડે ગામડે પાળિયા પત્થરની ખાંભીરૂપે સૂર્યનારાયણ દાદા ની સન્મુખે બિરાજમાન છે એ સુરાપુરા તરીકે પણ ઓળખાય છે જેનું જીવન અને મરણ બંને પ્રેરણા દાઈ રહ્યું હોય જેણે ગૌ, બ્રાહ્મણ, નારી, અને ધર્મ ની રક્ષા માટે નાત જાત જોયા વગર પોતાના સંતાન પરિવાર ની પરવા કાર્ય વગર જગત ની મોહમાયા ને પળવાર માં ખતમ કરીને પોતાના મસ્તક મહાદેવના શરણે ધરી દીધા હોય એ આજે નવસો વર્ષ પછી પણ પોતાના મહાન કર્મ થી જાગૃત થઈને પૂજાય છે જેનામાં દેવ અંશ રહેલ છે એ ખાંભીઓ આજે સુરાપુરા દાદા કહેવાય છે.
જેમાના એક શ્રી સુરાપુરા ધામ (ભાલ) ખાતે પણ આશરે ૯૦૦ વર્ષ પહેલા નો ઈતિહાસ ધરાવતા દાદા બિરાજમાન છે જે બરોટજી ના ચોપડે પણ આ ખાંભીઓનો ઈતિહાસ જોવા મળી રહ્યો છે જેમાં વર્ષો વિતતા ગયા બહાર ગામથી દુરદુર થી ઘણા ચૌહાણ રાજપૂતો દાદા જે બિરાજમાન છે તેના દર્શન માટે આવતા હોય તેમજ ચૌહાણ ને દાદા એ પ્રમાણ પૂર્યા ત્યારે દાદાને વ્યવસ્થિત અને પવિત્ર સ્થળ ઉપર સ્થાપિત કરવાનો નિર્ણય કરાયો અને વિક્રમ સવંત ૨૦૭૨ ચૈત્ર સુદ પૂનમ તારીખ ૨૨/૦૪/૨૦૧૬ ને શુક્રવાર (હનુમાન જયંત) ના રોજ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરીને ભોળાદ – નાનીબોરુ રોડ પર સ્થાપના કરવામાં આવી છે તેમજ આજે કળીયુગ અને વિજ્ઞાન ના યુગ માં અઢળક પ્રમાણ આપીને દાદાએ પોતાની મોજુદગી આજેપણ છે એ સાબિત કરી બતાવ્યું છે ત્યારે ગુજરાતના ખુણે ખુણે થી અઢારે વરણ ના લોકો શ્રદ્ધા રાખીને દર્શન માટે આવે છે અને દાદાના સાનિધ્યમાં કોઈનું કંઈપણ લીધા વગર અને નિ:સ્વાર્થ પણે દાનભા બાપુને નિમિત બનાવીને લોક કલ્યાણનું કાર્ય કરી રહ્યા છે
આ શ્રી સુરાપુરા ધામ (ભાલ) ખાતે લાખો ભક્તો આવી રહ્યા છે અને અનેક લોકોને અંધશ્રધ્ધા માંથી શ્રધ્ધા તરફ પ્રયાણ કરેલ હોય જેમાં શ્રી સુરાપુરા દાદા દાનભા બાપુને નિમિત બનાવીને અનેક લોકોના કલ્યાણ નું કાર્ય કરેલ હોય દુખિયારાનાં દુખો દુર કરેલ હોય તેમજ ખાસ કરીને સમગ્ર ગુજરાત ભરના મોટા ભાગના યુવાનોને વ્યસનોના ભયંકર દુષણોમાંથી મુક્ત કરાવ્યા છે અને આવા વ્યાસનો છોડાવીને અને યુવાનોના અનેક પરિવારોને સુખી કાર્ય છે તેમજ દર સોમવારે રાત્રીના અને મંગળવાર ના રોજ દિવસે દાદાના પવિત્ર સાનિધ્યમાં દાનભા બાપુ પાઠ માંડી ને ભક્તોના દુખો દુર કરી રહ્યા છે.
તેમજ તમામ જ્ઞાતિના લોકો દાદા ના સાનિધ્યમાં જાય અને કોઈપણ પ્રકારનું દુખ દર્દ હોય જે હળવું થતું હોય તેવું પણ સત્ય છે અને એના પણ અનેક મૌજુદગી કિસ્સાઓ છે આ પવિત્ર સાનિધ્યમાં અન્નક્ષેત્ર પણ ચાલી રહ્યું છે જેનું કોઈ હિસાબ કિતાબ નહી ફક્તને ફક્ત દાદા જ મેનેજમેન્ટ કરી રહ્યા હોય પ્રતીત થયા છે અને હાજરા હજૂર શ્રી સુરાપુરા દાદા કોઈપણ કાર્યમાં ખામી આવવા દેતા નથી તેમજ અનેક પરિવાર ને અંધશ્રધ્ધા માંથી શ્રધ્ધા તરફ વાળ્યા છે અને દાદાના સાનિધ્યમાં સંચાલન કરતા અને જે સુરાપુરા દાદાએ નિમિત બનાવેલા દાનભા બાપુ કોઈપણ પ્રકારનો સ્વાર્થ જોયા વગર તમામની કરતા હોય અને ભક્તોને શ્રધ્ધારાખી ધર્મ અને સત્ત હોય તેમાં માનતા રહે અને શ્રદ્ધા રાખવાનું કેહતા હોય છે
આ શ્રી સુરાપુરા ધામ ભોળાદ (ભાલ) દાદાના પ્રવિત્ર સાનિધ્ય ખાતે તારીખ ૬/૦૪/૨૩ ને ચૈત્ર સુદ પુનમ ના રોજ ભવ્ય સાતમો પાટોત્સવનું આયોજન કરેલ છે જેમાં સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટશે તેમજ વિષ્ણુયાગ હવાનનું પણ સુંદર આયોજન કરેલ છે તેમજ રાત્રીના સમયે ગુજરાતના સુપ્રખ્યાત કલાકારો બ્રીજરાજદાન ગઢવી, ગોવિંદભા ગઢવી વગેરે ડાયરામાં હાજરી આપશે અને આ પવિત્ર સાનિધ્યના દાનભા બાપુ પણ ભક્તોને આશીર્વચન આપશે…
અહેવાલ ધમૅન્દ્રસિંહ સોલંકી વલભીપુર